Get The App

ઈઝરાયલની ગાઝામાં ભયંકર 'સ્ટ્રાઈક', 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટર માઈન્ડ સહિત 81નાં મોત, 400ને ઈજા

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલની ગાઝામાં ભયંકર 'સ્ટ્રાઈક', 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટર માઈન્ડ સહિત 81નાં મોત, 400ને ઈજા 1 - image


Israel vs Hamas War Updates : યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર અવિરત હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર ફરી એકવાર ભયંકર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 81 પેલેસ્ટાઈનના લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ મોતોની પુષ્ટિ કરી છે.

મળતી માહિતી અનુસાર, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે ગાઝાના ભીડભાડવાળા રહેણાંક વિસ્તારો, એક એપાર્ટમેન્ટ, સ્કૂલ, સ્ટેડિયમ અને શરણાર્થી ટેન્ટોને નિશાન બનાવ્યા. બોમ્બમારા બાદ વિસ્તારમાં ચોતરફ ધૂળ, આગ અને મૃતદેહ નજરે આવ્યો. વિસ્થાપિત પેલેસ્ટાઇનના યૂસુફ અબૂ નાસેરે આ દુર્ઘટનાની ભયાનકતાને લઈને નિવેદન કર્યું છે.

7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઈન્ડ ઠાર મરાયાનો દાવો 

આ સાથે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) એ દાવો કર્યો છે કે તેણે ગાઝા સિટીના સબરા વિસ્તારમાં એક ટારગેટેડ એરસ્ટ્રાઈકની મદદથી હમાસના ટોચના લીડર હાકમ મોહમ્મદ ઈસ્સા અલ ઈસ્સાને ઠાર માર્યો છે. અલ ઈસ્સાને 7 ઓક્ટોબર 2023ના નરસંહારનો માસ્ટરમાઈન્ડ અને હમાસના સૈન્ય વિંગના સંસ્થાપક સભ્યોમાંથી એક મનાય છે. 

શિફા હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ શુક્રવારે રાતે શરુ થયેલા હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા. તેના લીધે ગાઝા સ્ટેડિયમ નજીકના પેલેસ્ટાઇની શહેરમાં 12ના મોત થયા હતા. આ ઉપરાંત આશ્રય લઈ રહેલા લોકો વિસ્થાપિત થયા હતા. 

આ ઉપરાંત નાસીર હોસ્પિટલમાં 20થી પણ વધુ મૃતદેહો આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારે ભરબપોરે ગાઝા શહેરની ગલીમાં કરવામાં આવેલા હુમલામાં 11ના મોત થયા હતા. તેમના મૃતદેહ અલ-અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા  હતા. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ગાઝાની પૂરેપૂરી સારસંભાળ લૈવાની તૈયારી કરી રહ્યા છીએ. ઇઝરાયેલના પ્રધાન રોન ડેરમેર આગામી અઠવાડિયે ગાઝા યુદ્ધવિરામ પર મંત્રણા કરવા અમેરિકા આવશે. તેમા ઇરાન અને બીજા વિષયો પર પણ વાતચીત થશે. આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તે વાતનો ઇન્કાર કર્યો છે કે તેમના લશ્કરને સહાય લેવા આવતા પેલેસ્ટાઇનીઓને ગોળી મારવાની છૂટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની હશે તો ચોક્કસ તપાસ કરીશું.

Tags :