Get The App

VIDEO: 77 વર્ષ બાદ મિત્રએ ભારતથી પાકિસ્તાન મોકલ્યો ઘરનો દરવાજો, વૃદ્ધની આંખમાં આવ્યા આંસુ

Updated: Apr 16th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO: 77 વર્ષ બાદ મિત્રએ ભારતથી પાકિસ્તાન મોકલ્યો ઘરનો દરવાજો, વૃદ્ધની આંખમાં આવ્યા આંસુ 1 - image


Lahore Professor Gets Lost Piece of Home From India: 14 ઓગસ્ટ, 1947માં  દેશનું પાર્ટીશન થયું હતું. જેમાં ઘણા લોકોએ પોતાનું સમગ્ર ગુમાવ્યું હતું. ઘણા તેમના ઘર તો ઘણાને તેમના પ્રિયજનને છોડવા પડ્યા હતા. તે સમયે માત્ર દેશનું જ નહિ પરંતુ લોકોની લાગણીઓનું, હૃદયનું અને સંબંધોનું પણ વિભાજન થયું હતું. 

ભારત અને પાકિસ્તાનના ભાગલાને આમ તો વર્ષો થઇ ગયા પણ હજુ પણ કેટલાક લોકો એવા છે જેમના મનમાં આ ભાગલાના ઘા આજે પણ રૂઝાયા નથી. એવા જ એક લાહોરમાં રહેતા પ્રોફેસર અમીન ચોહાન છે, જે હજુ પણ પોતાના પંજાબના ઘરને યાદ કરે છે. 

મુંબઈથી લાહોર મોકલ્યો પૈતૃક ઘરનો દરવાજો

તાજેતરમાં જ ભારતમાંથી રહેતા પ્રોફેસરના મિત્ર પલવિંદર સિંહે તેમને મુંબઈથી લાહોર તેમના પૈતૃક ઘરનો દરવાજો મોકલ્યો હતો. જે જોઇને પ્રોફેસર ભાવુક થઈ ગયા હતા. 

આ જ કારણ છે કે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના પૈતૃક ઘરનો દરવાજો પંજાબના બટાલાથી મુંબઈ, પછી દુબઈ અને કરાચી થઈને લાહોર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. 

સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો વાયરલ 

હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ છે. બટાલાના ઘોમાન પિંડમાં પ્રોફેસર પોતાના પૈતૃક ઘરના દરવાજાને જોઇને ભાવુક થયા હતા. 

પ્રોફેસર આ જૂના દરવાજાને જોતાની સાથે જ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આ દરવાજો અને તેની સાથે જોડાયેલી યાદોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.   

ભલે 1947ના ભાગલાએ જમીનનું વિભાજન કર્યું હોય, તે પંજાબીઓના હૃદયને અલગ કરી શક્યું નથી, જેઓ સહિયારા વારસા અને મિત્રતા દ્વારા જોડાયેલા રહે છે. આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

VIDEO: 77 વર્ષ બાદ મિત્રએ ભારતથી પાકિસ્તાન મોકલ્યો ઘરનો દરવાજો, વૃદ્ધની આંખમાં આવ્યા આંસુ 2 - image

Tags :