Get The App

લાહોરમાં પૂર આવ્યું તોય ભારતનો દોષ? અકળાયેલા પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
લાહોરમાં પૂર આવ્યું તોય ભારતનો દોષ? અકળાયેલા પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા 1 - image

File Photo: IANS



Pakistan Flood: રાવી, સતલુજ અને બ્યાસ નદીના જળસ્તરમાં અણધાર્યા વધારાને કારણે પંજાબમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. સેંકડો ગામડાઓમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે, દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. એટલું જ નહીં, રાવી નદીના વધેલા પાણીના સ્તરને કારણે સરહદ પાર, એટલે કે પાકિસ્તાનમાં પણ પૂર આવ્યું છે. આ પાણી પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પ્રવેશ્યું છે. પાણીના કારણે રોષે ભરાયેલા પાકિસ્તાને પૂર માટે ભારતને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે, રાવી નદી પર ભારતમાં બનેલા માધોપુર હેડવર્ક્સમાં ટેક્નિકલ સમસ્યાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. 

ભારતનો કાઢ્યો વાંક

પાકિસ્તાનનું કહેવું છે કે, આ જ કારણે તેજીથી પાણીનું વહેણ આ તરફ આવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતે આની સૂચના પણ નહતી આપી અને અમને તૈયારીની તક પણ ન મળી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે કે, ભારતે એકવાર ફરી જાણકારી ન આપી કે, આવી કોઈ સ્થિતિ પેદા થઈ શકે છે. સિંધુ જળ કરાર રોકવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે, નહીંતર આવું નહતું થાતું. 

આ પણ વાંચોઃ ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ

ભારત તરફથી ત્રણવાર મળી સૂચના

જોકે, રવિવાર બાદથી હવે ત્રણવાર ભારત તરફથી સૂચના મળી હોવાનું પાકિસ્તાને સ્વીકાર્યું છે. પહેલી સૂચના એ મળી હતી કે, તવી નદીમાં જળસ્તર વધવાનું છે. ફરી બે વાર સતલુજ નદીના જળસ્તરમાં વધારા વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ, રાવી વિશે કોઈ જાણકારી મળી નથી. હાલ, પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાનનું સિંધુ જળ આયોગ આ અંગે ભારત સાથે વાત પણ કરી શકતું નથી જેથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય. 

ખેતીની જમીનને નુકસાન

પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર, માધોપુર હેડવર્ક્સના ઓછામાં ઓછા 4 દરવાજાને નુકસાન થયું છે. જેના કારણે, મોટી માત્રામાં ખેતીની જમીનને નુકસાન થયું છે. ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનનો આરોપ છે કે કુલ 54 ફ્લડગેટ છે, જેમાંથી એક પણ છેલ્લા ઘણા વર્ષોથી અપગ્રેડ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ 37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં

માધોપુર હેડવર્ક ગુરદાસપુર જિલ્લામાં રાવી નદી પર આવેલું છે. આના દ્વારા સિંચાઈ માટે અપર બારી દોઆબ કેનાલમાં પાણી છોડવામાં આવે છે. આ કેનાલ ગુરદાસપુર, અમૃતસર, તરન તનાર અને પંજાબના અન્ય વિસ્તારોને સિંચાઈ પૂરી પાડે છે. પાકિસ્તાનનું કહેવું છે કે, લાહોર નજીક શાહદરામાં રાવી નદીમાં અચાનક 2 લાખ 20 હજાર ક્યુસેક પાણી આવી ગયું. તેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

શું હોય છે હેડવર્ક, જેમાં ખરાબીની વાત કરે છે પાકિસ્તાન?

નદીમાં ડાયવર્ઝન હેડવર્ક્સનું નિર્માણ કરવામાં આવે છે, જેથી નહેરમાં આવતા પાણીને નિયંત્રિત કરી શકાય. આ નહેરમાં કાંપના પ્રવેશને નિયંત્રિત કરે છે. આ બેરાજથી થોડું નાનું હોય છે. હેડવર્ક્સ એક એન્જિનિયરિંગનો શબ્દ છે, જેનો ઉપયોગ જળમાર્ગના ટોચ અથવા વળાંક બિંદુ પર કોઈપણ સંરચના માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નદીના પાણીને નહેરમાં અથવા મોટી નહેરના પાણીને નાની નહેરમાં વાળવા માટે કરવામાં આવે છે. 

Tags :