પાક-અફઘાનિસ્તાન સરહદે તંગદિલી, પાક સેનાનાં ગોળીબારમાં 15 લોકોનું મોત, 80થી વધુ ઘાયલ
ઇસ્લામાબાદ, 31 જુલાઇ 2020 શુક્રવાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે ચાલી રહેલી તંગદીલીએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, પરિસ્થિતીને કાબુમાં લેવા પાકિસ્તાની રેન્જર્સનાં ગોળીબારમાં અફઘાનિસ્તાનનાં 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 80થી વધું લોકો ઘાયલ થયા છે, સરહદે વધી રહેલા તણાવને કારણે અફઘાનિસ્તાને પોતાની સેના અને એરફોર્સને પણ હાઇ એલર્ટ પર રાખ્યું છે.
પાક-અફઘાનિસ્તાન સરહદે બલુચીસ્તાનમાં સ્થિત ચમન સરહદી ચોકી કોરોના રોગચાળાને પગલે બંધ કરવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારમાં 100,000થી વધું લોકો બેકાર થઇ ગયા છે, આ ચોકીને બુધવારે ખોલવામાં આવી હતી જેથી કરીને બંને બાજુનાં લોકો ઇદ મનાવવા માટે પોતાનાં મુળ નિવાસ્થાન તરફ જઇ શકે, પરંતું આ ચોકી એ રોજમદાર મજુરો માટે બંધ રાખવામાં આવી હતી જે અફઘાનિસ્તાન જતા હતા અને સાંજે પરત ફરતા હતાં.
મોટી સંખ્યામાં લોકો ફ્રેન્ડશિપ ગેટ પર ઘરણા પર બેસી ગયા અને સરહદી ચોકી ખોલવાની માંગ કરી રહ્યા હતાં, ફ્રન્ટિયર કોરનાં કર્મીઓએ તે લોકોને કહ્યું કે જ્યાં સુધી પ્રદર્શનકારીઓ આ જગ્યા ખાલી નહીં કરે, ગેટ ખોલવામાં નહીં આવે, આ બાબત પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા બની ગયા, અને તે ફ્રેન્ડશિપ ગેટ પર ફ્રન્ટીયર કોર અને અન્ય સરકારી એજન્સીઓનાં કાર્યાલયો પર હુમલો કરવા લાગ્યા, પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી. આ કાર્યવાહીમાં 15 અફઘાન નાગરિકોની મોત થઇ ગયું, જ્યારે 80થી વધું લોકો ઘાયલ થયા.
અફઘાનિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેના તેના વિસ્તારમાં રોકેટ હુમલા કરી રહી છે, જો આ કાર્યવાહીને રોકવામાં નહીં આવે તો અફઘાન ફોર્સ જવાબી હુમલો કરશે, ત્યા જ અફઘાનિસ્તાનનાં કંધાર પ્રાંતનાં ગવર્નર હયાતુલ્લાહ હયાતે કહ્યું છે કે પાકિસ્તાની ગોળીબારમાં કેટલાક સ્થાનિક રહેવાસી વિસ્તારે પણ આવ્યા છે.
પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહેમુદ શાહ કુરૈશીએ કહ્યું કે સરહદે પેદા થયેલી પરિસ્થિતી અંગે અફઘાનિસ્તાનની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે, અને જલદીથી તેનું પરિણામ આવશે, અત્રે ઉલ્લેખનિય છે કે અફઘાન સરકારે ઘણી વખત પાક પર આતંકવાદી પ્રવતિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવી ચુકી છે. આ કારણે બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય નથી.