Get The App

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ભડકવાની આશંકા! જુઓ ખ્વાઝા આસિફ શું બોલ્યા

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ભડકવાની આશંકા! જુઓ ખ્વાઝા આસિફ શું બોલ્યા 1 - image


Pakistan-Afghanistan Tensions Rise: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગુરુવાર (છઠ્ઠી નવેમ્બર) તુર્કીયેમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ફરી શરુ થવાની છે. જેમાં બંને દેશો વચ્ચે અઠવાડિયાથી ચાલી રહેલા તણાવ બાદ થઈ રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો પરિસ્થિતિ યુદ્ધ તરફ દોરી શકે છે.

મીડિયા સાથેની વાત કરતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, 'જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. અમારી પાસે અમારા વિકલ્પો છે. જેમ અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમ અમે તે જ રીતે જવાબ આપી શકીએ છીએ.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આનો અર્થ યુદ્ધ છે, ત્યારે આસિફે જવાબ આપ્યો, 'હા... ફક્ત યુદ્ધ.'

સેનાએ શાહબાઝ સરકારને બાજુ પર રાખી દીધી

તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચે થયેલી અથડામણો પછી શાંતિ મંત્રણાનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જોકે, બંધ દરવાજા પાછળ થયેલી ચર્ચાઓમાં બે મુખ્ય તારણો બહાર આવ્યા છે. પહેલા અમેરિકા અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા કરવા માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે અને ઈસ્લામાબાદ તેને રોકવા માટે સંપૂર્ણપણે શક્તિહીન છે.

બીજું અફઘાન તાલિબાન અધિકારીઓ દાવો કરે છે કે, પાકિસ્તાન સેના, ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના નેતૃત્વમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારને બાયપાસ કરીને કાબુલ સાથે તણાવ વધારી રહ્યું છે.

આ પણ વાંચો: સુદાનમાં માનવતા મરી પરવારી: અંતિમવિધિમાં સામેલ લોકો પર અર્ધલશ્કરી દળોનો હુમલો, 40ના મોત

ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે સવાલો ઉઠાવાયા

અહેવાલ અનુસાર, વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ આસિમ મુનીર સાથે, વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પણ હાજર હતા. આનાથી સવાલ થાય છે કે કોઈ દેશની સેનાના વડા, તેની નાગરિક સરકાર સાથે, પ્રમુખ સાથે કેમ મુલાકાત કરી રહ્યા છે.

બંને દેશો યુદ્ધની અણીએ 

અફઘાન તાલિબાનના આ દાવાઓ અને પાકિસ્તાની લશ્કરી વર્તુળોની ભૂમિકા અંગે સવાલો એવા સમયે ઊભા થયા છે, જ્યારે પ્રમુખ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બગ્રામ એર બેઝ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Tags :