સુદાનમાં માનવતા મરી પરવારી : અંતિમવિધિમાં સામેલ લોકો પર અર્ધલશ્કરી દળોનો હુમલો, 40ના મોત

Sudan news : સુદાનના અર્ધલશ્કરી દળોએ અલ-ઓબૈદા શહેર પર અંતિમ વિધિની પ્રક્રિયા દરમિયાન કરેલા હુમલામાં કમ સે કમ 40 નાગરિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આ શહેર ઉત્તર કોર્ડોફેન પ્રાંતની રાજધાની છે. છેલ્લા બે વર્ષથી ચાલતું યુદ્ધ તીવ્ર બનતા લગભગ આ પ્રાંતમાં બધે જ આવી સ્થિતિ છે.
કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનેટેરિયન અફેર્સની યુએન ઓફિસે જણાવ્યું હતું કે સોમવારના હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા હતા, પરંતુ હુમલાખોરો કોણ હતા તે જાણી શકાયું ન હતુ. તેણે ચેતવણી આપી હતી કે સમગ્ર કોર્ડોફન પ્રાંતમાં માનવતા જાણે મરી રહી હોય તેવી સ્થિતિ છે. લોકો ગાજરમૂળાની જેમ કપાઈ રહ્યા છે.
ધ સુદાન ટ્રિબ્યુન અને અન્ય મીડિયાએ જણાવ્યું હતું કે આરએસએફે સોમવારે અલ ઓબૈદા શહેરમાં ચાલતા અંતિમ સંસ્કારને લક્ષ્યાંક બનાવીને કરેલા ડ્રોન હુમલામાં નાગરિકોના મોત થયા હતા. સુદારમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલતા યુદ્ધમાં કોર્ડોફન અને પડોધના દારફુર પ્રાંત એપિકસેન્ટર તરીકે ઉભરી આવ્યા છે. ગયા મહિને આરએસએફે અલ-ફાશર વિસ્તાર કબ્જે કર્યો હતો, જે દારફુરમાં લશ્કરના કબ્જાવાળો અંતિમ મજબૂત વિસતાર હતો.
આમ તેણે કોર્ડોફેનમાં આગેકૂચ કરી છે. સુદાનમાં 2019 પછી શરુ થયેલી હિંસામાં કમ સે કમ 40 હજાર માર્યા ગયા છે અને 1.2 કરોડ લોકો વિસ્થાપિત થયા છે.

