World

‘વધુ એક યુદ્ધ કરશો તો...’, પાક. મૌલાનાએ કારગિલ યુદ્ધને યાદ કરી આસિમ મુનીરનો ઉધડો લીધો

By GS TEAM
31 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન અને તેના પાડોશી દેશ અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો હજુ પણ તણાવપૂર્ણ છે. છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધની સ્થિતિ છે, જેમાં પાકિસ્તાને તાલિબાનની ધરતી પર અનેક હુમલા કર્યા. પરંતુ હવે પાકિસ્તાનના લોકો યુદ્ધની વિરોધમાં આવ્યા છે. પાકિસ્તાનના જમીયત-ઉએલા-એ-ઈસ્લામ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને આસિમ મુનીરની પાકિસ્તાન સેનાની ટીકા કરી હતી. બાંગ્લાદેશ અને કારગિલ યુદ્ધને યાદ કરીને મૌલાનાએ કહ્યું કે, 'આપણે વધુ એક યુદ્ધ પોસાય તેમ નથી, યુદ્ધ કરશો તો...'

Summarized by AI; it may make mistakes. Check important info

‘વધુ એક યુદ્ધ કરશો તો...’, પાક. મૌલાનાએ કારગિલ યુદ્ધને યાદ કરી આસિમ મુનીરનો ઉધડો લીધો

Pakistan Afghanistan War : પાકિસ્તાન અને તેના પાડોશી દેશ અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો હજુ પણ તણાવપૂર્ણ છે. છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધની સ્થિતિ છે, જેમાં પાકિસ્તાને તાલિબાનની ધરતી પર અનેક હુમલા કર્યા. પરંતુ હવે પાકિસ્તાનના લોકો યુદ્ધની વિરોધમાં આવ્યા છે. પાકિસ્તાનના જમીયત-ઉએલા-એ-ઈસ્લામ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને આસિમ મુનીરની પાકિસ્તાન સેનાની ટીકા કરી હતી. બાંગ્લાદેશ અને કારગિલ યુદ્ધને યાદ કરીને મૌલાનાએ કહ્યું કે, 'આપણે વધુ એક યુદ્ધ પોસાય તેમ નથી, યુદ્ધ કરશો તો...' 

પાકિસ્તાન જાતે ઊભા કરેલા યુદ્ધ સામે ટકી નહીં શકે : મૌલાના રહેમાન

અફઘાનિસ્તાનને લઈને પાકિસ્તાની સેનાના વલણ વિશે વાત કરતાં મૌલાનાએ કહ્યું કે, 'પાકિસ્તાન જાતે ઊભા કરેલા યુદ્ધ સામે ટકી નહીં શકે...' તેમણે પાકિસ્તાની સેનાને 1971ના બાંગ્લાદેશ યુદ્ધ અને 1999ના કારગિલ યુદ્ધની યાદ અપાવીને કહ્યું કે, 'તે પરવેઝ મુશર્રફ અને અન્ય લોકોના અવિચારી કાર્યોને કારણે થયા હતા. આનાથી વિશ્વભરમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુકસાન થયું.'

મૌલવીએ કહ્યું કે, 'સરહદ પર લડવાને બદલે પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદ, આર્થિક પતન અને શાસનની અછત દૂર કરવી જોઈએ. ઇસ્લામ મુસ્લિમ પાડોશી સામે ખોટા હુમલાઓને સહન કરતું નથી.'

પાકિસ્તાને શુક્રવારે જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાન સાથે તેની આગામી વાટાઘાટો 6 નવેમ્બરના રોજ યોજાશે અને "સકારાત્મક પરિણામ" ની આશા વ્યક્ત કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિદેશ કાર્યાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ એમ કહ્યું હતું કે, 'પાકિસ્તાન તેના પાડોશી દેશ સાથે તણાવ વધારવા માંગતું નથી. પાકિસ્તાન મધ્યસ્થી પ્રક્રિયામાં રોકાયેલું રહેશે અને 6 નવેમ્બરની વાટાઘાટોમાંથી સકારાત્મક પરિણામની આશા રાખે છે.'

આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત, તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ

આ મહિનાની શરૂઆતમાં ટૂંકા સંઘર્ષ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર બાદ વાટાઘાટોનો આગામી રાઉન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. વાટાઘાટોનો પહેલો રાઉન્ડ 18 અને 19 ઓક્ટોબરના રોજ દોહામાં યોજાયો હતો. આ પછી 25 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલમાં બીજો રાઉન્ડ યોજાયો હતો, જે ઘણા દિવસો સુધી ચાલ્યો હતો. પરંતુ સરહદ પાર આતંકવાદના મુખ્ય મુદ્દા પર કોઈ સફળતા વિના સમાપ્ત થયો હતો. પરંતુ પ્રક્રિયાને બચાવવા માટે પડદા પાછળના પ્રયાસો ચાલુ રહ્યા, જેમાં તુર્કીએ વાંધો ઉકેલવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.