Get The App

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે 48 કલાકનું યુદ્ધવિરામ, બંને દેશના 50 લોકોના મોત, 100 ઘાયલ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે 48 કલાકનું યુદ્ધવિરામ, બંને દેશના 50 લોકોના મોત, 100 ઘાયલ 1 - image


Pakistani-Afghanistan Conflict: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સરહદી અથડામણો હવે બંધ થઈ ગઈ છે. અફઘાન તાલિબાન શાસનનું કહેવું છે કે પાકિસ્તાનની વિનંતી પર અફઘાનિસ્તાને બંને દેશો વચ્ચે 48 કલાક માટે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન વહીવટીતંત્રે બુધવારે સાંજે 6 વાગ્યા (પાકિસ્તાન સમય) થી 48 કલાક માટે કામચલાઉ યુદ્ધવિરામ લાગુ કરવા સંમતિ આપી છે. આ પગલું બંને પડોશી દેશો વચ્ચે તણાવ વધારનારા તાજેતરના સરહદી અથડામણોને પગલે લેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, બુધવારે સાંજે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ રાજધાની કાબુલ અને સ્પિન બોલ્ડકમાં બોમ્બમારો કર્યો હતો. આ હુમલાઓમાં અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

અફઘાનિસ્તાનના મુજાહિદે આપી માહિતી

અફઘાનિસ્તાન શાસનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટર પર લખ્યું છે કે પાકિસ્તાનની વિનંતી પર અફઘાનિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગ્યે અમલમાં આવશે. યુદ્ધવિરામ સમયગાળા દરમિયાન તમામ અફઘાન સુરક્ષા દળોને કોઈપણ હુમલા કે સરહદ ઉલ્લંઘન કરવાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન, પાકિસ્તાન સરકારે પણ પુષ્ટિ આપી છે કે આ કામચલાઉ યુદ્ધવિરામનો હેતુ સરહદ પર શાંતિ જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા કરાઈ પુષ્ટિ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામનો હેતુ દુશ્મનાવટ ઓછી કરવાનો અને સરહદી લડાઈ પછી વાતચીતનો માર્ગ ખોલવાનો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ જટિલ પરંતુ ઉકેલી શકાય તેવા મુદ્દાને ઉકેલવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે દુશ્મનાવટ બંધ કરવાનો હેતુ રાજદ્વારી વાતચીતને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યમાં જાનમાલના નુકસાનને રોકવાનો છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનના નાગરિકોને બનાવ્યા નિશાન

અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતમાં તીવ્ર લડાઈ પછી યુદ્ધવિરામ અમલમાં આવ્યો. પાકિસ્તાની દળોએ બુધવારે વહેલી સવારે હવાઈ હુમલા કર્યા. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્પિન બોલ્ડક જિલ્લાના રહેણાંક વિસ્તારો પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 15 નાગરિકો માર્યા ગયા અને મહિલાઓ અને બાળકો સહિત 100 થી વધુ લોકો ઘાયલ થયા.

તાલિબાન પ્રવક્તા ઝુબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાન દળોએ જવાબી કાર્યવાહી કરવી પડી. તેમણે ઉમેર્યું કે ઘણા ઘરો નાશ પામ્યા હતા. 80 થી વધુ મહિલાઓ અને બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેના દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમમાં તેની સરહદ ચોકીઓ પર તાલિબાનના હુમલાઓનો જવાબ આપી રહી હતી. છ અર્ધલશ્કરી જવાનો માર્યા ગયા. બીજી તરફ તાલિબાનીઓએ પાકિસ્તાની સેનાની ટેન છીનવી લીધી હતી અને પાક. સૈનિકોને રોડ પર દોડાવ્યા હતા. જુઓ દ્રશ્યો...





Tags :