Get The App

ભૂખમરાં-કુપોષણથી વધુ 8ના મોત, વિરોધ વચ્ચે નેતન્યાહૂ હવે ગાઝા પર કબજો કરવાના મૂડમાં

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ભૂખમરાં-કુપોષણથી વધુ 8ના મોત, વિરોધ વચ્ચે નેતન્યાહૂ હવે ગાઝા પર કબજો કરવાના મૂડમાં 1 - image

Image: IANS



Israel-Hamas War: ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ માટે એક વ્યૂહનીતિને અંતિમ રૂપ આપવાના હેતુથી વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ, નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર પૂર્ણ સૈન્ય કબ્જો કરવાનું સમર્થન કર્યું છે. કબ્જે કરવામાં આવેલા પેલેસ્ટાઇન વિસ્તારમાં ભૂખ અને ભયાનક સ્થિતિને સમાપ્ત કરવા યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છતા ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સમૂહ હમાસ વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

છેલ્લાં 24 કલાકમાં 8 લોકો ભૂખ અથવા કુપોષણથી મોતને ભેટ્યા

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લાં 24 કલાકમાં બીજા 8 લોકો કુપોષણથી મોતને ભેટ્યા છે. જોકે, 79 અને લોકોએ તાજેતરના ઈઝરાયલ ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 

આ પણ વાંચોઃ 'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધ ન બગાડશો...' દિગ્ગજ ભારતવંશી નેતાની ટ્રમ્પને સલાહ

ઓપરેશન શરૂ રહેશે

ઈઝરાયલ પ્રમુખના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, નેતન્યાહૂએ લગભગ ત્રણ કલાક સુધી એક સીમિત સુરક્ષા ચર્ચા કરી. તેમાં સેનાના પ્રમુખ ઈયાલ ઝમીરે ગાઝામાં ઓપરેશન શરૂ રાખવાનો વિકલ્પ રજૂ કર્યો છે. 

જલ્દી લેવાશે નિર્ણય

એક ઈઝરાયલી અધિકારીએ પહેલાં જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝ અને વ્યૂહનૈતિક મામલાના મંત્રી તેમજ વિશ્વાસપાત્ર રાન ડર્મર પણ આ બેઠકમાં સામેલ થશે. આ અઠવાડિયે કેબિનેટમાં રજૂ થતી વ્યૂહનીતિ પર નિર્ણય લેવાશે. 

આ પણ વાંચોઃ 'મને તો ખબર જ નહોતી, હું તપાસ કરાવીશ...' રશિયાથી આયાત અંગે ભારતે અરિસો બતાવતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું!

એક ઈઝરાયલી ટીવી ચેનલના અહેવાલ અનુસાર, નેતન્યાહૂ આખા વિસ્તારમાં નિયંત્રણ લાદવા તરફ વધી રહ્યા છે. જેનાથી 2005માં ગાઝાથી દૂર હટવાનો નિર્ણય પણ પલટાવી દેવામાં આવશે. જોકે, તેની સરહદો પર નિયંત્રણ કાયમ રહેશે. 

નેતન્યાહૂને એક લાંબા કબ્જાની આશા

જમણેરી પાર્ટીઓ આ પગલાંની જવાબદાર ગાઝામાં હમાસની સત્તાને માને છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, નેતન્યાહૂ એક લાંબા કબ્જાની આશા કરી રહ્યા હતા કે હમાસને ખતમ કરવા અને ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાના હેતુથી એક અલ્પકાલિન અભિયાનની. હાલ, પૂરતું નેતન્યાહૂ કાર્યલયે આખાય વિસ્તારમાં નિયંત્રણ લાદવાના અહેવાલોને નકારી દીધું છે. 

Tags :