Get The App

'મને તો ખબર જ નહોતી, હું તપાસ કરાવીશ...' રશિયાથી આયાત અંગે ભારતે અરિસો બતાવતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું!

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
'મને તો ખબર જ નહોતી, હું તપાસ કરાવીશ...' રશિયાથી આયાત અંગે ભારતે અરિસો બતાવતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું! 1 - image


Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવા માટે ભારતને નિશાન બનાવ્યું છે, જ્યારે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પેલેડિયમ, ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે. આ વાત અંગે ભારતે ફોડ પાડતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું અને તેમણે કહ્યું કે , "મને તો આ વાતની ખબર જ નહોતી, હું તેની તપાસ કરીશ."

વિદેશ મંત્રાલયે પોલ ખોલી! 

ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, અમેરિકા અને યુરોપિયન યુનિયને ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે સમયે અમેરિકાએ પોતે ભારતને આવી આયાત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા રહે.

ટ્રમ્પને બતાવ્યો અરિસો! 

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને અરીસો બતાવ્યો હતો કે અમેરિકાએ તેના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, તેના EV ઉદ્યોગ માટે પેલેડિયમ અને ખાતરો તેમજ રસાયણોની આયાત ચાલુ રાખી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને અવ્યવહારુ છે. કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.

Tags :