World

અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન IS-Kના વિસ્તરણથી અમેરિકા-યુરોપ સામે સંકટ, UN ચિંતિત

By GS TEAM
2 Aug 20252 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, અફઘાનિસ્તાનમાં IS-Kના વિસ્તરણ અમેરિકા, યુરોપ અને ક્ષેત્રીય સ્થિરતા માટે ગંભીર ખતરો બની રહ્યું છે. અફઘાનિસ્તાન ફરી એક વખત વિદેશી આતંકવાદીઓનું કેન્દ્ર બની રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન IS-Kના વિસ્તરણથી અમેરિકા-યુરોપ સામે સંકટ, UN ચિંતિત

Terrorist Group IS-K: સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, અફઘાનિસ્તાનમાં IS-Kના વિસ્તરણ અમેરિકા, યુરોપ અને ક્ષેત્રીય સ્થિરતા માટે ગંભીર ખતરો બની રહ્યું છે. અફઘાનિસ્તાન ફરી એક વખત વિદેશી આતંકવાદીઓનું કેન્દ્ર બની રહ્યું છે.  

ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું IS-K

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને 30 જુલાઈના રોજ સોંપવામાં આવેલા રિપોર્ટમાં નિષ્ણાતોએ કહ્યું કે IS-K ઉગ્રવાદીઓની ભરતી અને તેને કટ્ટરપંથી બનાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. રિપોર્ટમાં સંગઠનનું વિસ્તરણ અને વૈશ્વિક આતંકવાદી હુમલાઓને પ્રેરણા આપવાની તેની ક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ગાઝા-ઈઝરાયલ સંઘર્ષથી પ્રભાવિત લોકોને જોડવામાં આવી રહ્યા

રિપોર્ટમાં તાજેતરના આતંકવાદી ષડયંત્રોને IS-Kના દુષ્પ્રચારથી કટ્ટરપંથી બનેલા અથવા ગાઝા-ઈઝરાયેલ સંઘર્ષથી પ્રભાવિત લોકો સાથે જોડવામાં આવ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં પાછા ફરતા વિદેશી લડવૈયાઓની હાજરી આ પ્રદેશને વધુ અસ્થિર બનાવી શકે છે અને IS-Kનો પ્રભાવ વધારી શકે છે.

એક ન્યૂઝ અહેવાલ પ્રમાણે નિષ્ણાતોએ IS-Kના ઓપરેશનને આંતરરાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ વાળા જણાવ્યા છે, અને કહ્યું છે કે તેમણે અમેરિકનો પર સંભવિત હુમલાઓની ચેતવણી પણ જારી કરી છે.

આ પણ વાંચો: 'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન

IS-Kનું વિસ્તરણ અમેરિકા-યુરોપ માટે ખતરો

સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ કહ્યું કે, IS-Kનું વધતુ નેટવર્ક અને દુષ્પ્રચાર યુરોપ અને અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે. અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી છે કે, તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાન પર IS-K માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન બનવાનો જોખમ છે, અને આ જૂથને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર અને વધતો ખતરો ગણાવ્યો છે.