Get The App

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થતાં જ ભારત સહિતના દેશો માટે ગુડ ન્યૂઝ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થતાં જ ભારત સહિતના દેશો માટે ગુડ ન્યૂઝ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો 1 - image


Crude Price Down Due To Iran Israel Ceasefire: ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધવિરામ માટે સહમત થયા હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એલાન બાદ ક્રૂડ ઓઇલના ભાવ કડડભૂસ થયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર 7 ટકા સુધી તૂટ્યું છે. યુએસ WITમાં પણ મોટો કડાકો નોંધાયો છે. સોમવારે ક્રૂડ ઓઇલ કિંમત 9 ટકા સસ્તી થયા બાદ આજે વધુ 7 ટકા ઘટી છે. બપોરે 1 વાગ્યે WTI ક્રૂડ 3.40 ટકાના કડાકે 66.22 ડૉલર પ્રતિ બેરલ પર અને બ્રેન્ટ ક્રૂડ 3.49 ટકા તૂટી 66.29 ડૉલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.

ટ્રમ્પે ગઈકાલે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે, ઇઝરાયલ અને ઈરાન સંપૂર્ણપણે સીઝફાયર કરવા સહમત થયા છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ આ મામલે ખાતરી આપી છે. જેના પગલે ક્રૂડ ઓઇલના ભાવ પટકાયા હતા. બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ 20થી 25 ટકા ઉછળી સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું હતું. પરંતુ યુદ્ધવિરામની જાહેરાત બાદ ભાવ ઠંડા થયા છે. ડૉલર પણ તૂટ્યો છે. ગઈકાલે 78 ડૉલર પ્રતિ બેરલ પર ખૂલ્યા બાદ બ્રેન્ટ ક્રૂડ આજે 65 ડૉલર પ્રતિ બેરલ થયુ હતું. 

12 દિવસના ભીષણ યુદ્ધનો અંત

ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધવિરામ માને સહમત થયા છે. બંને દેશો શાંતિ જાળવી રાખે અને ભીષણ યુદ્ધ 24 કલાક બાદ ખતમ કરે તો 12 દિવસથી ચાલી રહેલી લડાઈનો અંત આવશે. બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે ફૂલ અને કોમ્પ્રેહેન્સિવ સીઝફાયર અપ્લાય થશે. ટ્રમ્પની આ જાહેરાતથી શેરબજારમાં તેજી આવી હતી. ડૉલર ઇન્ડેક્સ પણ વધ્યો હતો. પરિણામે ક્રૂડના ભાવો તૂટ્યા હતા. 

ઈરાનની આ જાહેરાતથી ક્રૂડમાં આવી હતી તેજી

ઈરાન ઓપેકમાં ત્રીજો ટોચનો ક્રૂડ ઉત્પાદક છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ શરુ થતાં ક્રૂડના ભાવ વધ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ઈરાને વિશ્વને 40 ટકા ક્રૂડ સપ્લાય કરતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપી હતી. જેના લીધે ક્રૂડના ભાવમાં ભડકો થયો હતો. જો કે, આજે સીઝફાયરની જાહેરાત સાથે ક્રૂડના ભાવમાં નોંધાયેલા પ્રીમિયમ ડિસ્કાઉન્ટ થવાની શક્યતા વધી છે. 

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થતાં જ ભારત સહિતના દેશો માટે ગુડ ન્યૂઝ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો 2 - image

Tags :