Get The App

VIDEO: ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા, જુઓ પછી શું થયું

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા, જુઓ પછી શું થયું 1 - image


Macron Stuck In New York Traffic Jam: ન્યુયોર્કના મધ્યમાં સોમવારે સર્જાયેલો ટ્રાફિક જામ એક અસામાન્ય રાજકીય ક્ષણમાં ફેરવાઈ ગયો હતો. ફ્રેન્ચના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટર કાફલાએ રોક્યા હતા. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાઇરલ થયો છે, જેમાં ફ્રેન્ચ નેતા મેનહટનના રસ્તાઓ પર ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. જેની પાછળનું કારણ પોલીસે અમેરિકન પ્રમુખના કાફલાને રસ્તો આપવા વાહન રોક્યા હોવાનું હતું.

ટ્રમ્પની સુરક્ષાને પ્રાધાન્ય આપી

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા સેશનમાં મેક્રોનના ભાષણ બાદ તુરંત જ આ કિસ્સો બન્યો હતો. જ્યાં તેમણે ફ્રાન્સ દ્વારા પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ ભાષણ બાદ તેઓ યુએન મુખ્યાલયમાંથી બહાર નીકળી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પનો કાફલાની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં ન્યુયોર્ક પોલીસે મેક્રોનની કાર રોકી દીધી હતી.



આ પણ વાંચોઃ H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે

ફ્રેન્ચ મીડિયા આઉટલેટ દ્વારા આ ટ્રાફિકના ફૂટેજને મોટાપાયે શેર કરવામાં આવ્યા હતા. જેમાં ન્યુયોર્ક પોલીસ મેક્રોન સમક્ષ માફી માગતી જોવા મળી હતી. તેમણે કહ્યું કે, હું દિલગીર છું પ્રમુખ, પણ હાલ બધું જ બ્લોક છે. બાદમાં ફ્રાંસના પ્રમુખ કારમાંથી ઉતરી પોલીસ સાથે વાત કરતાં જોવા મળ્યા હતા. તેઓ વીડિયોમાં થોડા નારાજ અને ગુસ્સામાં દેખાતા હતા. ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો.

મેક્રોને ટ્રમ્પને ફોન કર્યો

આ ટ્રાફિક જામમાં ફસાયેલા મેક્રોને ટ્રમ્પને સીધો ફોન કર્યો હોવાનું મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તેમણે ટ્રમ્પને મજાકમાં કહ્યું હતું કે, તમારા કારણે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો છું. હું રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યો છું કારણ કે તમારા માટે આખો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. મેક્રોને આ વાર્તાલાપ તેમની આસપાસના લોકોને સંભળાવ્યો હતો.

VIDEO: ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા, જુઓ પછી શું થયું 2 - image

Tags :