Get The App

H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે 1 - image


Rupee Vs US Dollar: અમેરિકા દ્વારા વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત બાદ ભારતીય રૂપિયા પર પ્રેશર વધ્યું છે. ડૉલર સામે રૂપિયો આજે 47 પૈસા ગગડી 88.75ના તળિયે બંધ રહ્યો હતો. રૂપિયાએ ઇન્ટ્રા ડે 88.82ના ઐતિહાસિક તળિયું નોંધાવ્યું હતું. અગાઉ બે સપ્તાહ પહેલાં રૂપિયો ડૉલર સામે 88.45ની રૅકોર્ડ લૉ સપાટીએ પહોંચ્યો હતો. 

એચ1-બી વિઝા ફીમાં વધારો કરતાં આઇટી સેક્ટરને વધુ માઠી અસર થવાની ભીતિ વચ્ચે ભારતીય રૂપિયો છેલ્લા કેટલાક સમયથી પ્રેશરમાં છે. એચ1-બી વિઝા ફીમાં વધારો થતાં અમેરિકામાં ભારતીય કામદારોની ભરતીમાં મોટો ઘટાડો નોંધાશે. જે ભારતના આઇટી સેક્ટરની નફાકારકતા પર અસર કરશે. આ નિર્ણયના કારણે ઈક્વિટી પ્રવાહ પણ ઘટવાની ભીતિ છે. વિદેશી રોકાણકારો આઇટી કંપનીઓમાંથી પોતાનો હિસ્સો ઘટાડી શકે છે.  તદુપરાંત ભારત આવતાં રેમિટન્સ પર પણ અસર થવાની ભીતિ છે.

આ પણ વાંચોઃ EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત

ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓ

ટ્રમ્પ હાલમાં જ ભારત પર મસમોટો 50 ટકા ટેરિફ લાદ્યો હતો. હવે વિઝા ફીમાં વધારો કરી ભારતીયોનું સપનું તોડ્યું છે. વિઝા ફીમાં વધારો થવાથી અમેરિકા જવા ઈચ્છુકો અન્ય વિકલ્પ અપનાવી શકે છે. જેથી રેમિન્ટસ ઘટવાની શક્યતા વધી છે. વધુમાં ટેરિફના કારણે અગાઉથી જ ભારતની નિકાસ પર અસર થઈ રહી છે. પરિણામે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. રૂપિયાને વધુ ઘટતો અટકાવવા આરબીઆઈ મોટાપાયે ડોલરની વેચવાલી નોંધાવી શકે છે. 

આરબીઆઈએ રૂપિયાને ટેકો આપવા માટે બજારમાં હસ્તક્ષેપ કર્યો છે. ચલણનું અવમૂલ્યન વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપોનું માપાંકન કરવામાં આવે છે, જેનાથી રૂપિયો બજારમાં અડચણ સર્જ્યા વિના મજબૂત બની શકે છે.

H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે 2 - image

Tags :