Get The App

'વિકિપીડિયા ભરોસાપાત્ર નથી' પ્લેટફોર્મના સહસ્થાપકનું નિવેદન

બાઈડેનના પ્રોફાઈલમાં પુત્રના સ્કેન્ડલની વિગતો જાણી જોઈને લખાતી નથી

સહસ્થાપક લેરી સેંગરે વિકિપીડિયાના દુનિયાભરમાં ફેલાયેલા એડિટર્સની વિશ્વસનીયતા સામે સવાલો ખડા કર્યાં

Updated: Jul 16th, 2021

GS TEAM

Google News
Google News
'વિકિપીડિયા ભરોસાપાત્ર નથી' પ્લેટફોર્મના સહસ્થાપકનું નિવેદન 1 - image



વૉશિંગ્ટન, તા. 16
ઈન્ટરનેટ પર માહિતી મેળવવી હોય તો મોટા ભાગના લોકો વિકિપીડિયા પર આધારીત રહે છે. વિકિપીડિયા એ ઓનલાઈન જ્ઞાાનકોષ છે, પરંતુ તેની માહિતીમાં ચોકસાઈ ન હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. માટે જાણકારો વિકિપીડિયા પર એક હદથી વધારે ભરોસો કરતા નથી. હવે તો ખુદ વિકિપીડિયાના સહ-સ્થાપક લેરી સેંગરે કહી દીધું કે કોઈએ વિકિપીડિયા પર ભરોસો કરવા જેવું નથી. વિકિપીડિયામાં આપેલી માહિતીને અંતિમ સત્ય માનનારા વર્ગને તેમણે આ ચેતવણી પણ આપી છે.
વીસ વર્ષ પહેલા ૨૦૦૧માં જિમ્મી વેલ્સ અને લેરી પેજે મળીને ઓનલાઈન જ્ઞાાનકોષ વિકિપીડિયાની સ્થાપના કરી હતી. એકાદ વર્ષમાં જ મતભેદ થતા ઈન્ટરનેટ વિજ્ઞાાની સેંગરે એ પ્રોજેક્ટ છોડી દીધો હતો. સેંગરે કહ્યું હતું કે વિકિપીડિયામાં આવતા લેખો દુનિયાભરના ખુણે ખુણે ફેલાયેલા લોકો દ્વારા લખાય છે, એડિટ થાય છે. તેમાં સાચી માહિતી આવે એવી સિસ્ટમ હવે રહી નથી. તેમણે જો બિડેન અંગેના લેખમાં રજૂ થયેલી ખોટી અને ખાસ તો ગેરમાર્ગે દોરનારી માહિતીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ખોટી માહિતી ઉપરાંત રાજકીય રંગ આપતી કે અમુક પક્ષના વખાણ, અમુક પક્ષની ટીકા કરતી માહિતી વધવા લાગી છે.
જો બાઈડેનના પુત્ર પર યુક્રેનની સરકાર સાથે સાંઠગાંઠ રાખી વેપાર કરવાનો આક્ષેપ થયો હતો. પરંતુ વિકિપીડિયા પરના આટકલમાં યુક્રેન સ્કેન્ડલ અંગેની વિગતો ટાળવામાં આવી છે. એમ કહી સેંગરે ઉમેર્યું હતું કે એવુ થયું કારણ કે આખો લેખ બાઈડેનની રિપબ્લિકન પાર્ટીના દૃષ્ટિકોણથી જ લખાયો હતો. એટલે કે ડાબેરી તત્વોએ વિકિપીડિયાના લેખો પર કબજો જમાવી લીધો છે એમ સેંગરે કહ્યુ હતું.
વિચારધારાને પડતી મુકી માહિતી દોષની રીતે જોઈએ તો પણ વિકિપીડિયા વિશ્વાસપાત્ર નથી. સાચી માહિતી ઈચ્છતા લોકો આજે પણ એન્સાઈક્લોપીડિયા કે પછી માહિતીના અન્ય સત્તાવાર સુત્રોનો જ સહારો લેતા હોય છે. વિકિપીડિયાની શરૃઆત આખા જગતને સાચી માહિતી સરળતાથી મળે એ હેતુથી થઈ હતી. પરંતુ હવે ખોટી માહિતી વધુ સરળતાથી મળવા લાગી છે.

Tags :