ટ્રમ્પે બે દિગ્ગજ કંપનીને ચેતવણી આપી, કહ્યું ભારતમાંથી હાયરિંગ બંધ કરો
Donald Trump Orders No More Hiring From India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની ટોચની કંપનીઓને એક આકરો મેસેજ આપ્યો છે. જેમાં ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી કરવાનો સ્પષ્ટપણે ઈનકાર કરવાનો આદેશ છે. જેમાં ગુગલ, માઈક્રોસોફ્ટ, મેટા જેવા નામ સામેલ છે. વોશિંગ્ટનમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન ટ્રમ્પે અમેરિકાની ટેક કંપનીઓને સંદેશ પાઠવ્યો હતો. સાથે અમેરિકન ટેલેન્ટની ભરતી કરવા સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે, વિશ્વની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓમાં ઘણા કર્મચારીઓ સીઈઓ સહિત ટોચના પદો પર કામ કરી રહ્યા છે. જેમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સામેલ છે, મેટાએ પણ ભરતી કરેલી એઆઈની ટીમમાં અનેક ભારતીયો સામેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈ સમિટ દરમિયાન ટેક ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ માઈન્ડેસ્ટની ટીકા કરતાં કહ્યું હતું કે, ઘણા કારણોસર અનેક અમેરિકન નાગરિક અને અમેરિકન ટેલેન્ટને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે. અનેક ટોચની કંપનીઓ નફો મેળવવા માટે અમેરિકાની આઝાદીનો લાભ ઉઠાવી રહી છે. મોટાપાયે બહારના લોકોમાં રોકાણ કરી રહી છે.
ચીનમાં ફેક્ટરી અને ભારતમાં ભરતીઃ ટ્રમ્પ
ટ્રમ્પે આગળ કહ્યું કે, ઘણી ટેક્. કંપનીઓ અમેરિકાની છૂટના કારણે સસ્તા ઉત્પાદન ખર્ચ માટે ચીનમાં ફેક્ટરી લગાવી રહી છે. જ્યારે સસ્તા લેબર માટે ભારતમાંથી કર્મચારીઓની મોટાપાયે ભરતી કરી રહી છે. તે પોતાના જ દેશના લોકોની અવગણના કરી રહી છે. તેમજ ટીકા પણ કરે છે.
આ પણ વાંચોઃ 3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો
અમેરિકાની ટોચની કંપનીઓમાં ભારતીય સીઈઓ
અમેરિકા ફર્સ્ટ પોલિસીનો પુનરોચ્ચાર
ટ્રમ્પે ફરી એકવાર અમેરિકા ફર્સ્ટ પોલિસીનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે, એઆઈની રેસમાં નવા ટેલેન્ટની માગ છે. સાથે રાષ્ટ્ર પ્રત્યે લગાવ પણ જરૂરી છે. આપણને અમેરિકન કંપનીઓની જરૂર છે, જે અમેરિકામાં રહે. સાથે અમેરિકા ફર્સ્ટ પોલિસીને ફોલો કરે.
નોંધનીય છે, ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી કંપનીઓમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરી રહ્યા છે. જે પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરી કંપનીઓને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે. અનેક એન્જિનિયર્સ તેમાં કામ કરી રહ્યા છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ જેવી કંપનીઓ પણ મોટી સંખ્યામાં અમેરિકાના ગ્રાહકો માટે ભારતમાં જ પ્રોજેક્ટ્સ તૈયાર કરે છે અને બાદમાં સર્વિસ આપે છે. ભારતીયોની નિમણૂક પાછળનું ગણિત એક તો સસ્તા દરે કર્મચારીની ઉપલબ્ધતા, તેમજ કામ પ્રત્યે નિષ્ઠાવાન અને નિપુણતા ધરાવવામાં ભારતીયો અવ્વલ હોવાનું છે.