World

'એનો મતલબ તમને આતંકી ફન્ડિંગનું લાયસન્સ નથી મળ્યું...', પાકિસ્તાન સામે ભડક્યું FATF

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ઓક્ટોબર 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવવું એ આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડ્રિંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટેનું પ્રમાણપત્ર નથી. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એનો મતલબ તમને આતંકી ફન્ડિંગનું લાયસન્સ નથી મળ્યું...', પાકિસ્તાન સામે ભડક્યું FATF

Pakistani Terrorist: ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ઓક્ટોબર 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવવું એ આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડ્રિંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટેનું પ્રમાણપત્ર નથી. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ અબજો ડૉલરની મદદ આપી પરવેઝ મુશર્રફને 'ખરીદી લીધા હતા', CIA અધિકારીનો દાવો

ઓપરેશન સિંદૂર બાદ JeM નું ડિજિટલ ષડયંત્ર

અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠને FATF ની સઘન દેખરેખથી બચવા માટે ડિજિટલ વોલેટ દ્વારા ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું છે. જેમાં આતંકવાદીઓ પોતાના પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓના નામે એકાઉન્ટ ખોલાવી રહ્યા છે, જેથી એક ટ્રાન્ઝેક્શનમાં મોટી રકમ ન દેખાય અને તેઓ મોટી રકમ એકઠી કરી ફરી આતંકવાદી કેમ્પ ઊભા કરી શકે. FATF એ વધુમાં જણાવ્યું કે આ સંગઠનો પોતાને ધાર્મિક અથવા શૈક્ષણિક સંસ્થાઓ તરીકે રજૂ કરી વિશ્વભરમાંથી નાણાં એકઠા કરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારતીય સુરક્ષા દળો દ્વારા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન તેના ઠેકાણાઓ નષ્ટ કરાયા બાદ આ પગલું લેવાયું છે.

FATF અધ્યક્ષનો ભાર

FATFના અધ્યક્ષ એલિસા દી એન્ડા મૅડરાઝો એ પુષ્ટિ કરી છે કે, આતંકવાદી ફંડિંગ માટે ઈ-વોલેટના ઉપયોગ અંગેની માહિતી FATFને અગાઉથી મળી ચૂકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળ્યા બાદ પણ પાકિસ્તાન પર અમારી દેખરેખ ચાલુ છે."

આ પણ વાંચોઃ દુનિયાભરમાં ઓઈલની કિંમત વધશે અને ગંભીર પરિણામ ભોગવવા પડશે, ટ્રમ્પના પ્રતિબંધ પર પુતિનનો જવાબ

મૅડરાઝોએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન FATFનો સભ્ય ન હોવા છતાં, એશિયા પેસિફિક ગ્રુપ (APG) મારફતે તેની સમીક્ષા થઈ રહી છે. કોઈપણ દેશને ગ્રે લિસ્ટમાંથી મુક્ત થવાથી ગુનાઈત પ્રવૃત્તિઓ માટે સુરક્ષાકવચ મળી જતું નથી.

બ્લેકલિસ્ટ યથાવત

FATF એ વધુમાં કહ્યું કે, ઉત્તર કોરિયા, ઈરાન અને મ્યાનમાર હજી પણ બ્લેક લિસ્ટમાં જ રહેશે, કારણ કે આ દેશો વૈશ્વિક નાણાંકીય પ્રણાલી માટે જોખમી છે અને આતંકવાદના ફાઇનાન્સિંગને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. મ્યાનમારને 2022માં આ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. વળી, ઈરાને પણ FATFના એક્શન પ્લાન લાગુ નથી કર્ચો.