For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમમાં પ્રત્યાર્પણ સામે અપીલની મંજૂરી માગી

લંડન હાઇકોર્ટે તાજેતરમાં જ નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો હતો

૫૧ વર્ષીય નિરવ મોદી લંડનની જેલમાં બંધ

Updated: Nov 24th, 2022


(પીટીઆઇ)     લંડન, તા. ૨૪નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમમાં પ્રત્યાર્પણ સામે અપીલની મંજૂરી માગી

હીરાના ભાગેડું ઉદ્યોગપતિ નીરવ મોદીએ લંડન હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી પોતાના ભારત પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી માગી છે.

લંડન હાઇકોર્ટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) લોન કૌભાંડના કેસમાં લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે  તાજેતરમાં જ નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો હતો.

૫૧ વર્ષીય નીરવ મોદી હાલમાં લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ છે. સામાન્ય પ્રજાના હિતથી જોડાયેલા કાયદાના એક બિંદુના આધારે તેની પાસે અપીલ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય છે.

બ્રિટનના ગૃહ મંત્રાલયથી સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવા માટેના માર્ગમાં હજુ પણ અનેક અડચણો રહેલી છે.

ભારતીય અધિકારીઓ તરફથી કાર્ય કરી રહેલી ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (સીપીસી) હવે નીરવ મોદીની નવી અરજીનોે જવાબ આપવા માટેની તૈયારી કરી રહી છે. ત્યારબાદ હાઇકોર્ટના જજ લેખિતમાં ચુકાદો આપશે.

 

Gujarat