World

અમેરિકામાં નાગરિકતા મેળવવી કપરું થશે, સિટીઝનશિપ ટેસ્ટ મુશ્કેલ બનાવશે ટ્રમ્પ સરકાર

By GS TEAM
19 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે. ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, 'અમેરિકા સરકાર સિટીઝનશિપ ટેસ્ટને ફરીથી વધુ મુશ્કેલ બનાવશે, જેમાં વધુ જટિલ સવાલો હશે.' નોંધનીય છે કે, અમેરિકાના નાગરિક બનવા માટે આ ટેસ્ટ આપવી જરૂરી છે. 20મી ઓક્ટોબરના રોજ અથવા તે પછી અરજી કરનારાઓ માટે ટેસ્ટ આપવી જરૂરી રહેશે. અરજદારોને ટેસ્ટ પાસ કરવાની બે તકો મળશે, ત્યારબાદ તેમણે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં નાગરિકતા મેળવવી કપરું થશે, સિટીઝનશિપ ટેસ્ટ મુશ્કેલ બનાવશે ટ્રમ્પ સરકાર

Citizenship Test: અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે. ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, 'અમેરિકા સરકાર સિટીઝનશિપ ટેસ્ટને ફરીથી વધુ મુશ્કેલ બનાવશે, જેમાં વધુ જટિલ સવાલો હશે.' નોંધનીય છે કે, અમેરિકાના નાગરિક બનવા માટે આ ટેસ્ટ આપવી જરૂરી છે. 20મી ઓક્ટોબરના રોજ અથવા તે પછી અરજી કરનારાઓ માટે ટેસ્ટ આપવી જરૂરી રહેશે. અરજદારોને ટેસ્ટ પાસ કરવાની બે તકો મળશે, ત્યારબાદ તેમણે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવી પડશે.

અરજદારોએ નવી કસોટી હેઠળ આ કરવું પડશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું હતું કે, સુધારેલી પરીક્ષા ખાતરી કરશે કે નવા નાગરિકો અમેરિકાની મહાનતામાં યોગદાન આપે છે. નવી ટેસ્ટ હેઠળ અરજદારોએ હવે 20માંથી 12 સવાલોના સાચા જવાબ આપવા પડશે, જે 10માંથી 6 હતા. સરળ સવાલોની સંખ્યા ઘટાડવામાં આવી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળના અંતે ટેસ્ટમાં ફેરફારો લાગુ કર્યા. નવી સિસ્ટમ પહેલી ડિસેમ્બર 2020થી 30મી એપ્રિલ, 2021 સુધી અમલમાં હતી, ત્યારબાદ બાઈડેન વહીવટીતંત્રે તેને સમાપ્ત કરી અને ટેસ્ટને સરળ બનાવી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ, 23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા

અગાઉ લેવાતી ટેસ્ટ ખૂબ જ સરળ હતી

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)ના ડિરેક્ટર જોસેફ એડલોએ જુલાઈમાં કહ્યું હતું કે, 'ટેસ્ટ ખૂબ જ સરળ હતી. હવે લેવામાં આવતી ટેસ્ટ ખૂબ મુશ્કેલ નથી. જવાબો યાદ રાખવા ખૂબ જ સરળ છે.'

સિટીઝનશિપ ટેસ્ટ પાસ થવાનો વર્તમાન દર 91 ટકા 

યુ.એસ. સરકાર 1900ના દાયકાથી એક યા બીજા સ્વરૂપમાં સિટીઝનશિપ ટેસ્ટ ચલાવી રહી છે. જોકે, કોઈ પ્રમાણિત ટેસ્ટ નહોતી. 1950ના આંતરિક સુરક્ષા કાયદાએ નાગરિકતા માટે અમેરિકન ઇતિહાસ અને નાગરિકશાસ્ત્રનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું. USCIS અનુસાર, સિટીઝનશિપ ટેસ્ટમાં પાસ થવાનો વર્તમાન દર 91 ટકા છે.