અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા, 23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા
USA South Carolina Borsad Women News : અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા.
કેવી રીતે બની ઘટના?
માહિતી અનુસાર તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં કિરણબેન પટેલને આઠથી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે.
ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી
માહિતી અનુસાર આ ઘટના ત્રણ દિવસ અગાઉ રાતના સમયે બની હતી જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓ કેશ કાઉન્ટ કરી રહ્યા હતા. અચાનક જ બુકાનીધારી આવ્યો અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો. જેમાં કિરણબેનનો ભોગ લેવાઈ ગયો હતો.