નેપાળના નાગરિકોની ભારતમાં ઘૂસણખોરી, ભારતે ધ્યાન દોર્યુ તો આપ્યો ઉધ્ધત જવાબ
કાઠમાંડુ, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર
ચીનની સોડમાં ભરાઈ ગયેલા નેપાળે હવે ભારત માટે વધુને વધુ મુશ્કેલીઓ ઉભી કરવા માંડી છે.
નેપાળે હવે લિપુલેખ અને કાળાપાણી વિસ્તારમાં પોતાના નાગરિકોને ઘૂસાડવા માંડ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. 395 કિલોમીટરનો આ વિસ્તાર નેપાળ અગાઉ પોતાના નવા નકશામાં બતાવી ચુકયુ છે અને હવે નેપાળ તેનાથી એક ડગલુ આગળ વધ્યુ છે.
ભારત સરકારે નેપાળી નાગરિકોની ઘૂસણખોરી અંગે નેપાળની સરકારને તાજેતરમાં પત્ર લખ્યો હતો. જેમાં ભારતે અપીલ કરી હતી કે, નેપાળ પોતાના નાગરિકોને ભારતના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આવતા રોકે.
જોકે હવે નેપાળે તેનો ઉધ્ધત જવાબ આપતા કહ્યુ છે કે, કાળા પાણી અને લિપુલેખ વિસ્તાર નેપાળના જ છે ત્યારે નેપાળના નાગરિકો સ્વાભાવિક રીતે ત્યાં જવાના છે.તેમની અવર જવર પર રોક લગાવવાનો સવાલ જ ઉભો થતો નથી.