World

આ દેશ ખૂબ સુંદર છે, પરંતુ હાલ ખૂબ દુઃખી છે...' હિંસા પર છલકાયું નેપાળી ક્રિકેટરનું દુઃખ

By GS TEAM
9 Sep 20252 mins read
TukuTouch Logo
નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું. જેને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ સ્વીકાર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું. ઓલી હાલમાં સુરક્ષા કારણોસર નેપાળી સેના સાથે છે. ત્યારે નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાનેએ નેપાળની વર્તમાન પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ દેશ ખૂબ સુંદર છે, પરંતુ હાલ ખૂબ દુઃખી છે...' હિંસા પર છલકાયું નેપાળી ક્રિકેટરનું દુઃખ
Image Twitter 

Nepal Gen Z Protest: નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે  20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું. જેને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ સ્વીકાર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું. ઓલી હાલમાં સુરક્ષા કારણોસર નેપાળી સેના સાથે છે. ત્યારે નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાનેએ નેપાળની વર્તમાન પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: ઇઝરાયલનો હમાસ પર વધુ એક હુમલો, કતારમાં આતંકીઓના સીનિયર નેતાઓને બનાવ્યા નિશાન

નેપાળમાં પરિસ્થિતિ અતિશય ખરાબ

ભારતના પાડોશી દેશ નેપાળમાં ગઈકાલ 8 સપ્ટેમ્બરથી ફાટી નીકળેલી હિંસાં બંધ થવાનું નામ નથી લઈ રહી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પણ રાજીનામું આપવું પડ્યું છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાન પર કબજો કરવામાં આવ્યો હતો અને આગચંપી કરવામાં આવી હતી. મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. એકંદરે, નેપાળમાં પરિસ્થિતિ અતિશય ખરાબ છે.


'આ દેશ ખૂબ જ સુંદર છે, પરંતુ હાલમાં ખૂબ જ દુખી'

નેપાળની હાલની વર્તમાન પરિસ્થિતિ પર ત્યાંના સૌથી મોટા સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાનેની પણ પ્રતિક્રિયા આપી છે. સંદીપે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ત્યાંની પરિસ્થિતિ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. સંદીપે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, 'ખૂબ જ દુઃખ થયું. આ દેશ ખૂબ જ સુંદર છે, પરંતુ હાલમાં ખૂબ જ દુખી છે. જ્યાં હંમેશા હાસ્ય અને ખુશી રહેતી હતી, ત્યાં આજે આંસુ વહી રહ્યા છે. નેપાળનું ભવિષ્ય ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ અમને આશા છે કે, આપણે ફરીથી મજબૂત બનીશું. આપણે શા માટે ચૂપ રહેવું જોઈએ? આપણે આપણો અવાજ ઉઠાવવો જોઈએ.

આ પણ વાંચો: નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથના ઘરમાં તોડફોડ બાદ આગચંપી, પત્નીનું જીવતા ભૂંજાતા મોત

'કૃપા કરીને નેપાળ અને તેના લોકોને મદદ કરો'

સંદીપે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'આજના વિરોધ પ્રદર્શનમાં જીવ ગુમાવનારા તમામ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. જે કોઈ મદદ કરી શકે છે, કૃપા કરીને નેપાળ અને તેના લોકોને મદદ કરો.'

'દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે'

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z આંદોલન શરુ થયું હતું. કર્ફ્યુ અને કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં વિરોધ વધી રહ્યો છે અને દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.