World

ભારત સહિત અનેક દેશો પર પ્રતિબંધ ઈચ્છે છે 50%થી વધુ અમેરિકન, જાણો શું છે કારણ

By GS TEAM
28 Aug 20252 mins read
TukuTouch Logo
ભારત સાથે ચાલી રહેલા અમેરિકાના ટેરિફ વોર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સર્વે સામે આવ્યો છે. આ સર્વે મુજબ, અડધાથી વધુ અમેરિકન લોકો ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવે. ખાસ વાત એ છે કે આ સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ભારતને સતત નિશાન બનાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સહિત અનેક દેશો પર પ્રતિબંધ ઈચ્છે છે 50%થી વધુ અમેરિકન, જાણો શું છે કારણ

Americans want sanctions on Russian trading Partners: ભારત સાથે ચાલી રહેલા અમેરિકાના ટેરિફ વોર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સર્વે સામે આવ્યો છે. આ સર્વે મુજબ, અડધાથી વધુ અમેરિકન લોકો ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવે. ખાસ વાત એ છે કે આ સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ભારતને સતત નિશાન બનાવી રહ્યા છે.

રશિયાના વેપારી ભાગીદારો પર પ્રતિબંધોની માંગ

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના અમેરિકન લોકો ઇચ્છે છે કે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો લાગે, જેથી યુક્રેન વિરુદ્ધનું યુદ્ધ રોકવા માટે રશિયા પર દબાણ કરી શકાય. સર્વેમાં સામેલ 62% લોકો રશિયાના ટ્રેડિંગ પાર્ટનર દેશો વિરુદ્ધ પ્રતિબંધોના પક્ષમાં છે.

ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે

ભારત પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે તેને અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભારતે એ પણ જણાવ્યું હતું કે અમેરિકા અને EU બંને પોતે પણ રશિયા સાથે વેપાર કરે છે. તો આ મામલે ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે!

આ પહેલા પણ ટ્રમ્પે 25% ટેરિફ લાદવાની જાહેરાત વખતે રશિયાના તેલ ખરીદવાને કારણે ભારત પર દંડ લાદ્યો હતો. ત્યાર બાદ બીજીવાર 25% વધારાનો ટેક્સ લગાવતા પહેલા પણ ટ્રમ્પે ભારત પર રશિયાને યુદ્ધમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે ભારત અને રશિયાના અર્થતંત્રને 'ડેડ ઈકોનોમી' ગણાવ્યું હતું. જોકે, ચીન પણ રશિયા પાસેથી મોટી માત્રામાં સામાન ખરીદે છે, છતાં ટ્રમ્પે તેના પર 30% ટેરિફ લગાવ્યો છે, જે ભારત કરતાં 20% ઓછો છે.

આ પણ વાંચો: ઘરમાં જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત પર ટેરિફ મુદ્દે અમેરિકન સંસદીય સમિતિએ પૂછ્યાં તીખાં સવાલો

ટેરિફ અંગે ટ્રમ્પના દાવા

ટ્રમ્પ સતત યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેમને કોઈ ખાસ સફળતા મળી નથી. તાજેતરમાં જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે સીધી શાંતિ વાટાઘાટોની વ્યવસ્થા શરૂ કરી છે. પરંતુ રશિયન અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આવી કોઈ બેઠક જલ્દીથી યોજાશે નહીં.