| Meta AI Image |
Nigeria 70 Security Volunteers Killed : નાઇજીરિયાના પ્લેટુ સ્ટેટમાં ડાકુઓએ હુમલો કરીને 70 કમ્યુનિટી સિક્યોરિટી વોલેન્ટિયરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વોલેન્ટિયર નેતા અલીયુ બફાએ જણાવ્યું હતું કે, આ હુમલો સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ કનમ જિલ્લામાં કુકાવા અને બનયુન સમુદાયો નજીક થયો હતો.
તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ મેડમ ફોરેસ્ટ તરફ જઈ રહી હતી. 70થી વધુ વોલેન્ટિયર્સના મોત થયા છે. જ્યારે હજુ કેટલાક મૃતદેહ મળી શકે છે. સમગ્ર ઘટનાને લઈને એક સ્થાનિકે કહ્યું કે, 'ડાકુઓએ તેમની કમ્યુનિટીના 10 સિક્યોરિટી વોલેન્ટિયર્સની હત્યા કરી છે અને અનેક ઘરોમાં આગ ચાંપી દીધી છે. જેમાં એકલા કુકાવામાં જ 60થી વધુ લોકોની દફનવિધિ કરી હોવાનું સામે આવ્યું છે.'
નાઇજીરિયામાં આ પ્રકારના હુમલોમાં ઘણીવાર ઇસ્લામિક લશ્કર અથવા ગુનાહિત ગેંગનો સમાવેશ થાય છે. 2025ના પહેલા ભાગમાં જ આવા હુમલાઓમાં 2,266 લોકોના મોત થયા છે. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ માહિતી આપી નથી.


