યુક્રેનમાં લાખો લોકો પાણી, વીજળી વગર રશિયા જાણી જોઇને યુદ્ધ લંબાવે છે

યુક્રેન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીનો આક્રોશ
જ્યારે યુક્રેન યુદ્ધ બંધ કરવા અમેરિકા અને યુરોપીય દેશો સાથે મહત્ત્વની રાજદ્વારી મંત્રણાની તૈયારી કરે છે ત્યારે જ આ બધું થઇ રહ્યું છે : ઝેલેન્સ્કી
સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર તેઓએ કહ્યું હતું કે આમ છતાં પાયાની જરૂરિયાતો પૂરી પાડવા યુક્રેનની આપાતકાલીન અને ઉપયોગિતા સેવાઓ સતત કામ કરી રહી છે.
આ સાથે રીપેર કાર્યમાં વ્યસ્ત કર્મચારીઓને ધન્યવાદ આપતાં કહ્યું હતું કે પરિસ્થિતિ હજી પણ કઠોર છે. ઓર્ડસા, ખેરસોન, ચેર્નીહીવ, ડોમેન્સ્ક સૂમી અને ડૂનિપ્રો વિસ્તારમાં હજી પણ લાખ્ખો લોકો વીજળી વિના રહ્યા છે. રશિયન હુમલાઓ આખી રાત ચાલુ રહ્યા હતા જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. રશિયા યુદ્ધ લાંબુ ખેંચી યુક્રેનીઓને વધુે વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. રશિયાએ આ સપ્તાહે ૧૫૦૦થી વધુ ડ્રોન હુમલા કર્યા છે. ૯૦૦ હવાઈ બોમ્બ નાખ્યા છે અને વિવિધ પ્રકારનાં ૪૬ મિસાઇલ્સ છોડયાં છે.

