World

ઈરાન મુદ્દે બે સુપરપાવર સામસામે: રશિયાએ મદદની જાહેરાત કરતાં અમેરિકાએ પણ આપ્યો જવાબ

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
વિશ્વની બે મહાશક્તિઓ રશિયા અને અમેરિકા ઈરાન મામલે સામસામે આવી ગયા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને સોમવારે (23 જૂન) કહ્યું કે, ઈરાન સંઘર્ષમાં જંપ લાવનાર મધ્ય-પૂર્વની બહારની શક્તિઓ વિશ્વભરને મોટા ખતરા તરફ લઈ જઈ રહી છે. આ સાથે પુતિને ફરી ઈરાનનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે ઈરાન અંગેની નીતિમાં કોઈપણ ફેરફાર નહીં કરીએ, ઈરાન વિરોધી અમારી રાજદ્વારી નીતિ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન મુદ્દે બે સુપરપાવર સામસામે: રશિયાએ મદદની જાહેરાત કરતાં અમેરિકાએ પણ આપ્યો જવાબ

Iran-Israel War : વિશ્વની બે મહાશક્તિઓ રશિયા અને અમેરિકા ઈરાન મામલે સામસામે આવી ગયા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) સોમવારે (23 જૂન) કહ્યું કે, ઈરાન સંઘર્ષમાં જંપ લાવનાર મધ્ય-પૂર્વની બહારની શક્તિઓ વિશ્વભરને મોટા ખતરા તરફ લઈ જઈ રહી છે. આ સાથે પુતિને ફરી ઈરાનનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે ઈરાન અંગેની નીતિમાં કોઈપણ ફેરફાર નહીં કરીએ, ઈરાન વિરોધી અમારી રાજદ્વારી નીતિ ચાલુ રહેશે.

અમે વિવાદ ઘટાડવામાં મદદ કરીશું : પુતિન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાનને વિશ્વાસ આપ્યો છે કે, તેમનો દેશ ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો વિવાદ ઘટાડવામાં મદદ કરશે. અમેરિકાએ રવિવારે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા બાદ પુતિનનું આ નિવેદન સામે આવ્યું છે. બીજીતરફ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી (Abbas Araghchi) રવિવારે રાત્રે રશિયા પહોંચ્યા હતા. અહીં તેમણે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Ali Khamenei)નો પત્ર પુતિનને સોંપ્યો હતો.

આ પણ જુઓ : VIDEO : ઈરાનનો અમેરિકન એરબેઝ પર હુમલો, કતાર-બેહરીન-કુવૈતમાં ઝિંકી મિસાઈલો, ભારતે જાહેર કર્યું એલર્ટ

પુતિને જાહેરમાં ઈરાનનું સમર્થન કર્યું

પુતિને ટેલિવિઝન પર લાઈવ બેઠકમાં સંબોધન કરીને કહ્યું કે, ‘ઈરાનના વિદેશમંત્રી એવા સમયે રશિયાની મુલાકાતે આવ્યા છે, જ્યારે ઈરાન અને તેની આસપાસ સ્થિતિ બગડી ગઈ છે.’ પુતિને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ મામલે મોસ્કોના વલણ ફરી દોહરાવ્યો છે. રશિયન વિદેશ મંત્રાલયે અમેરિકન હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું કે, ઈઝરાયલ-અમેરિકાના ઈરાન પર હુમલા અંગે સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રમાં મૉસ્કોના વલણને ઈરાન જાણે છે.’

રશિયા ઈરાનને મદદ કરશે

પુતિને કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આદેશ બાદ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે, જે ઈરાન વિરુદ્ધનો કારણ વગરનો હુમલો છે. આ હુમલાનો કોઈ આધાર નથી.’ રશિયન રાષ્ટ્રપ્રમુખે ઈરાનના વિદેશમંત્રીને કહ્યું કે, ‘અમે ઈરાન સાથે લાંબા સમયથી, સારા અને વિશ્વસનીય સંબંધો ધરાવીએ છીએ. અમે ઈરાનના લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

આ વર્ષની શરૂઆતમાં રશિયા અને ઈરાન વચ્ચે ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે તેમાં હુમલાની સ્થિતિમાં સૈન્ય મદદ કરવાનો ઉલ્લેખ નથી. જોકે સમજૂતી મુજબ ઈરાન-રશિયાની જવાબદારી છે કે, તેઓ બંને દેશો પર હુમલો કરનાર દેશનો પક્ષ ન લે અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે તાત્કાલીક રાજદ્વારી વાતચીતમાં સામેલ થાય.

આ પણ જુઓ : VIDEO : ભીષણ યુદ્ધ: એકસાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન