Get The App

ઈઝરાયલ 'બદલો' લે તે પહેલાં જ ઈરાનમાં ફફડાટ, તમામ ફ્લાઈટ્સ રદ, ભારતે એડવાઈઝરી જાહેર કરી

Updated: Oct 2nd, 2024

GS TEAM


Google News
Google News
Iran-Israel Conflict


Iran-Israel Conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફફડાટનો માહોલ છે. જેથી ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.

મંગળવારની રાતે પણ થોડા સમય માટે એરસ્પેસ બંધ કરી હતી 

મંગળવારની રાતે ઈરાને ઇઝરાયલ પર 181 બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈઝરાયલે એક કલાક તેમજ બેન ગુરિયન એરપોર્ટની થોડા સમય માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ થાય તો ભારત માટે કોણ જરૂરી? જાણો સંપૂર્ણ ગણિત

ભારતે જાહેર કરી એડવાઇઝરી

ઈરાનમાં રહેતા તેના નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. તેમજ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ 

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. મંત્રાલયે લોકોને ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ પણ આપી છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઈઝરાયલ 'બદલો' લે તે પહેલાં જ ઈરાનમાં ફફડાટ, તમામ ફ્લાઈટ્સ રદ, ભારતે એડવાઈઝરી જાહેર કરી 2 - image

Tags :