મેટાની મોટી કાર્યવાહી, 1 કરોડ ફેસબૂક એકાઉન્ટ બંધ કર્યા, તમે તો આ ભૂલ નથી કરી ને!
Meta Shuts Down 1 Cr Facebook Accounts: Meta એ એક મોટા એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ 1 કરોડ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. જે લોકો છાનામાની ડુપ્લીકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા, કંપનીએ આ તમામ એકાઉન્ટને આ વર્ષના પહેલાં છ મહિનામાં ડિલીટ કરી દીધા છે, જેને કંપનીએ Spammy Content નું નામ આપ્યું છે. હકીકતમાં, કંપનીનો હેતુ ફેસબૂક ફીડને વધારે રિલેવન્ટ, ક્લીન અને ઑથેન્ટિક બનાવવાનો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI જનરેટેડ કોન્ટેન્ટનો વિસ્તાર આટલી ઝડપથી વધી રહ્યો છે.
ફેસબૂકની ઑડિયન્સ માટે ફાયદો
કંપનીએ જણાવ્યું કે, ફેક એકાઉન્ટ કથિત રૂપે ફેસબૂકના એલ્ગોરિધમ અને ઑડિયન્સ રીઝનો લાભ લેવા ઈચ્છે છે. જેના માટે કોન્ટેન્ટ ક્રિએટર્સના એકાઉન્ટની ડુપ્લીકેસી બનાવવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃ બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ 'ડીલિટ' થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો
5 લાખ અન્ય એકાઉન્ટ પણ કરાયા બ્લોક
આ વિશે વધુ માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે, 5 લાખ અન્ય એકાઉન્ટ સામે ખોટી એક્ટિવિટીના કારણે એક્શન લેવામાં આવ્યું છે. જે જણાવે છે કે, આ એકાઉન્ટ સ્પામ, બૉટ જેવી એંગેજમેન્ટ અને કોન્ટેન્ટ રિસાઇક્લિંગમાં સામેલ હતા.
ઓરિજનલ કોન્ટેન્ટને રિવૉર્ડ આપશે Meta
Meta એ પોતાના બ્લૉગપોસ્ટમાં જણાવ્યું કે, મેટાએ ઓરિજનલ કોન્ટેન્ટ ક્રિએટર્સ જે યુનિક ઇમેજ અથવા વીડિયો બનાવવે છે, તેમને રિવોર્ડ આપવા માટે નવી નીતિની જાણકારી આપી છે. આ સાથે જ કંપની હવે ડુપ્લીકેટ કોન્ટેન્ટ શોધવા અને તેની રીચ ઓછી કરવાની ટેક્નિકનો ઉપયોગ કરશે.
આ પણ વાંચોઃ શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત
Meta ની AI ને લઈને તૈયારી
Meta એ આ એક્શન એવા સમયે લીધું છે, જ્યાં કંપની ખુદ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા સ્તરે કામ કરી રહ્યું છે. આ સાથે જ ECO માર્ક ઝકરબર્ગે પોતાની સુપર કોમ્પ્યુટિંગ કેપેબિલિટીઝને વિકસિત કરવા અને આવતા વર્ષે પહેલું AI સુપર ક્લસ્ટર લૉન્ચ કરવા માટે મોટી રકમ ખર્ચ કરવાનો પ્લાન કર્યો છે.