Get The App

શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત 1 - image


Balasore Harassment Case: ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મંગળવારે AIIMS ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 

કોલેજ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેને પહેલા બાલાસોર જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બનતા 12 જુલાઈના રોજ તેને AIIMS ભુવનેશ્વર રીફર કરવામાં આવી હતી.

AIIMS ભુવનેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તેને બર્ન્સ સેન્ટર ICUમાં દાખલ કરવામાં આવી હતી. દર્દીને IV ફ્લૂઈડ, IV એન્ટિબાયોટિક્સ, ટ્યુબ દાખલ કરીને ભાનમાં લવાઈ હતી અને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવામાં આવી હતી. બર્ન્સ ICUમાં કિડની રિપ્લેસમેન્ટ થેરાપી સહિત તમામ શક્ય તબીબી પ્રયાસો છતાં તેને બચાવી ન શકાઈ. 14 જુલાઈના રોજ રાત્રે 11:46 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પણ મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું 

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેના પરિવારને ખાતરી આપી કે આ કેસમાં તમામ દોષિતોને કાયદા મુજબ કડક સજા મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે AIIMS ભુવનેશ્વર પહોંચ્યા હતા અને અહીં દાખલ વિદ્યાર્થીની સ્થિતિ જાણવા માટે આવ્યા હતા. જ્યારે મૃત વિદ્યાર્થીના મૃતદેહને AIIMS પોસ્ટમોર્ટમ સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજુ જનતા દળ (BJD) ના કાર્યકરોએ ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યો.

શું હતો મામલો? 

20 વર્ષીય વિદ્યાર્થીએ તેની કોલેજના HOD (વિભાગ વડા) દ્વારા લાંબા સમય સુધી જાતીય સતામણીનો સામનો કર્યા બાદ પોતાને આગ લગાવી દીધી હતી. કોલેજ વહીવટીતંત્રને ઔપચારિક ફરિયાદ નોંધાવવા અને પ્રિન્સિપાલ પાસેથી મદદ માંગવા છતાં તેની અરજીઓને અવગણવામાં આવી, જેના કારણે તે હતાશ થઈ અને તેણે આ ભયાનક પગલું ભર્યું. 


Tags :