મેલાનિયા ટ્રમ્પે બાઈડેનના પુત્રને ફટકારી એક અબજ ડૉલરની નોટિસ, બેફામ નિવેદનો કરવા ભારે પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Melania Trump Epstein: અમેરિકાના પહેલી મહિલા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે અમેરિકાના પૂર્વ પ્રખુખ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને નોટિસ ફટકારી છે. જેમાં 1 અબજ અમેરિકન ડૉલરથી વધુનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મેલાનિયા ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, 'હન્ટરે મારા અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે ખોટા અને અપમાનજનક નિવેદનો આપ્યા છે.'
હન્ટર બાઈડેને શું કહ્યું હતું?
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અમેરિકાના પૂર્વ પ્રખુખ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેને દાવો કર્યો હતો કે, 'જેફરી એપ્સ્ટીને મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત કરવી હતી. તેમની વચ્ચેના સંબંધો ખૂબ જ ઊંડા અને વ્યાપક છે.' આ નિવેદન સોશિયલ મીડિયા અને ઘણાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી વાઈરલ થયા હતા, જેનાથી મેલાનિયાની છબિને નુકસાન થયું હતું.
મેલાનિયાએ કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી
મેલાનિયા ટ્રમ્પ તરફ વકીલ અલેજાન્ડ્રો બ્રિટોએ છઠ્ઠી ઓગસ્ટના રોજ હન્ટર બાઈડેન અને તેના વકીલ એબી લોવેલને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હન્ટર બાઈડેને તાત્કાલિક પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને જાહેર માફી માંગવી જોઈએ. આ ઉપરાંત આ સંબંધિત વીડિયો હટાવવો જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો 1 અબજ ડૉલર (લગભગ 8,300 કરોડ રૂપિયા) નો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો: 'અમેરિકા પર વિશ્વાસ ન કરતા, BRICS સાથે જોડાઓ..', અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ
અલેજાન્ડ્રો બ્રિટોએ નોટિસમાં લખ્યું, 'આ ખોટા, બદનક્ષીભર્યા અને ભડકાઉ નિવેદનોએ મેલાનિયા ટ્રમ્પને ભારે નાણાકીય અને પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ વીડિયો અને તેમાં કરવામાં આવેલા દાવા વિશ્વભરના લાખો લોકો સુધી પહોંચ્યા છે.' આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અમેરિકામાં આગામી પ્રમુખની ચૂંટણી માટે વાતાવરણ બની રહ્યું છે. ટ્રમ્પ અને બાઈડેન પરિવારો વચ્ચે ચૂંટણી ચર્ચાઓ અને મીડિયા કવરેજને વધુ તીવ્ર બનાવી શકે છે.








