Updated: Mar 18th, 2023
નવી દિલ્હી,તા. 18 માર્ચ 2023, શનિવાર
કહેવાય છે ને કે, Age is just a number. માણસે જીવનમાં પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે તેની ઉમર મહત્વની નથી. બસ પોતાના પર વિશ્વાસ હોય તો વ્યક્તિ ગમે તે કરી શકે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે વૃદ્ધાવસ્થામાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે તેઓ તેમની નાની ઉંમરમાં કરી શક્યા નથી. તેમાંથી એક જિમ એરિંગ્ટન છે જે વિશ્વના સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર હોવાનો દરજ્જો ધરાવે છે.
ઓડિટી સેન્ટ્રલ ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, 90 વર્ષીય જિમ એરિંગ્ટન પોતાના નામ સાથે એટલો જોડાયેલો છે કે તે નાનપણથી જ પોતાનો બધો સમય જીમમાં વિતાવે છે. કેલિફોર્નિયાના વેનિસના રહેવાસી જીમને વિશ્વના સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી ઓળખવામાં આવે છે.
જીમે 13 વર્ષની વયથી જ બૉડી બિલ્ડિંગની દુનિયામાં પગ મુક્યો છે. એકવાર તે એક દવાની દુકાનમાં ગયો જ્યાં તેણે બોડી બિલ્ડીંગ મેગેઝીનનું પોસ્ટર જોયું જેમાં બે હટ્ટા કટ્ટા યુવકો જોવા મળ્યા હતા. ત્યારથી તેમણે એ યુવાનો જેવુ બનવાનું નક્કી કર્યું.
90 વર્ષની ઉંમરે પણ કસરત કરો
તેમણે તેના પિતાના 3-પાઉન્ડ સ્ટીલ બોલથી તાલીમ લેવાનું શરૂ કર્યું અને માત્ર થોડા જ મહિનામાં 10 પાઉન્ડ મસલ ગેઇન કરી લીધા. હવે તે 90 વર્ષની ઉંમર સુધી વેઈટ ટ્રેનિંગ કરે છે, જોકે તેણે જણાવ્યું કે, વૃદ્ધાવસ્થામાં કસરત કરવાની રીત શું હોવી જોઈએ. તેમણે કહ્યું કે આ ઉંમરે શરીર વધુ નબળું પડી જાય છે. એટલા માટે તમારે તાલીમ આપતી વખતે ખૂબ ધ્યાન આપવું પડશે.
જીમને મિસ્ટર અમેરિકા બનવુ હતુ, સમય જતા તેમને જાણ થઇ કે તેમનુ આ સપનુ પુરુ નહી થાય. વર્ષ 2018માં, 85 વર્ષની ઉંમરે, તેમને સૌથી વૃદ્ધ એકટીવ બોડી બિલ્ડરનો ખિતાબ મળ્યો. તે હજુ પણ 80 વર્ષથી ઉપરની બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે.