Get The App

કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઈજાગ્રસ્ત, હુમલાખોરની શોધખોળ શરૂ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
Canada Toronto Firing


Canada Toronto Firing: કેનેડાના ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ભીષણ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 5 ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો. ટોરોન્ટો પોલીસે પુષ્ટિ આપી છે કે ગોળીઓથી ઘાયલ થયેલા ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે. 

હુમલાખોરની શોધખોળ હજુ પણ ચાલુ 

ટોરોન્ટો પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક મંગળવારે રાત્રે 8:40 વાગ્યે ગોળીબારના સમાચાર મળતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરની શોધખોળ હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ બન્યાં લી જે મ્યાંગ, વકીલ બનતાં પહેલાં ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કર્યું

ઘાયલોની હાલત સ્થિર 

ટોરોન્ટો પેરામેડિક્સના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે ખતરાથી બહાર છે. ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'આજે સાંજે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારના સમાચારથી હું દુઃખી છું. મારી ઓફિસ ટોરોન્ટો પોલીસના સંપર્કમાં છે, જે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.'

કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઈજાગ્રસ્ત, હુમલાખોરની શોધખોળ શરૂ 2 - image

Tags :