દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ બન્યાં લી જે મ્યાંગ, વકીલ બનતાં પહેલાં ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કર્યું
South Korea President: દક્ષિણ કોરિયામાં વિપક્ષના ઉમેદવાર લી-જે-મ્યાંગ મંગળવારે (3 જૂન) મોડી રાત્રે પ્રમુખ ચૂંટાયા હતા. આ જીત દેશમાં અનેક મહિનાઓથી શરૂ રાજકીય ઉથલ-પાથલનો અંત કરશે, જે હાંકી કાઢવામાં આવેલા રૂઢિચુસ્ત નેતા યૂન સુક યેઓલ દ્વારા 'માર્શલ લૉ' લાગુ કરવાના ચોંકાવનારા નિર્ણયથી શરૂ થઈ હતી. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, ચૂંટણીથી દક્ષિણ કોરિયાની વિદેશ નીતિમાં તાત્કાલિક ધોરણે કોઈ બદલાવ જોવા મળશે કે નહીં.
નવા પ્રમુખ સામે શું છે પડકાર?
લી પર પહેલાં ટીકાકારો દ્વારા ચીન અને ઉત્તર કોરિયાની તરફ ઝુકાવ અને અમેરિકા તેમજ જાપાનથી દૂર રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. લીએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો કે, દક્ષિણ કોરિયાનું અમેરિકા સાથે ગઠબંધન તેમની વિદેશ નીતિનો આધાર છે. દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ સામે સૌથી અઘરો બહારી પડકાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ નીતિ અને ઉત્તર કોરિયાના વધતા પરમાણુ કાર્યક્રમ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે, જે પણ પ્રમુખ બનશે, તે આ મુદ્દા પર દક્ષિણ કોરિયાના પક્ષમાં મોટી પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે કંઈ ખાસ કરી નહીં શકે.
જાહેરાત પહેલા જ કિમે માની લીધી હાર
સ્થાનિક સમય મુજબ, મંગળવારે મોડી રાત્રે 2:40 વાગ્યા સુધી લગભગ 95 ટકા મતોની ગણતરી થઈ ચુકી હતી. જે અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી 48.86 ટકા મત સાથે આગળ ચાલી રહ્યા હતા. મુખ્ય રૂઢિવાદી ઉમેદવાર કિમ મૂન સૂને 41.98 ટકા મત મળ્યા. લીની જીતની સત્તાવાર જાહેરાત પહેલાં જ કિમે પોતાની હારનો સ્વીકાર કરી લીધો અને પત્રકારોને કહ્યું હતું કે, તે લોકોને પસંદનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે.
કોણ છે દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ?
લી જે-મ્યાંગનું જીવન ગરીબીથી અમીરી તરફ વધતી પ્રેરણાદાયક કહાણી રહી છે. તે એક સમયે ફેક્ટરીમાં મજૂર કરતા હતા, બાદમાં માનવાધિકારના વકીલ બન્યા અને હવે દેશના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 1963માં ગ્યોંગબુક પ્રાંતના એંડોંગના એક પહાડી ગામમાં જન્મેલા એક ગરીબ પરિવારમાંથી આવે છે. 2022ની ચૂંટણીમાં લીને સામાન્ય અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેમની પાર્ટી ત્રીજા નંબરે હતી.
આ પણ વાંચોઃ 'હવે હું વધારે સહન નહીં કરી શકું...' ટ્રમ્પના ટેક્સ બિલ પર બરાબરના ભડક્યા ઈલોન મસ્ક
લી પહેલા એક માનવાધિકાર વકીલ હતા જોકે, બાદમાં તેઓ રાજનેતા બની ગયા. પૂર્વ પ્રમુખ સામે ચલાવવામાં આવેલા મહાભિયોગમાં મ્યાંગની મોટી ભૂમિકા રહી છે અને આ જ કારણ છે કે, પાર્ટીએ તેમને પ્રમુખ માટેના ઉમેદવાર બનાવ્યા હતા.