Get The App

પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ ભણાવાશે

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ ભણાવાશે 1 - image


- ભાગલા બાદ પાક.માં પ્રથમ વખત અનોખી પહેલ

- લાહોર યનિ.માં શરૂઆત, પ્રોફેસર શાહિદે કહ્યું સંસ્કૃત એક પ્રાંતની ભાષા નથી, પાકે. પણ અપનાવવી જોઇએ

નવી દિલ્હી : પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃતના શ્લોક ગૂંજી રહ્યા છે. વિદ્યાર્થીઓને હવે સંસ્કૃત ભાષાની પણ તાલિમ આપવામાં આવી રહી છે. અભ્યાસમાં દર્શન, સાહિત્ય અને આધ્યાત્મિક પરંપરાઓને નવો આકાર આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને મહાભારત અને ગીતાના પાઠ પણ ભણાવવામાં આવશે. 

પાકિસ્તાનની પ્રખ્યાત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાઇન્સના ગુરમાની સેંટરના ડાયરેક્ટર ડો. અલી ઉસ્માન કાસમી અને ફોર્મન ક્રિશ્ચિયન કોલેજમાં સોશિયોલોજીના પ્રોફેસર શાહિદ રશીદે સંસ્કૃત શીખવવાની પહેલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પડયા તે બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવવામાં આવશે.

પ્રોફેસર શાહિદ રશીદે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું સંસ્કૃત કેમ શીખી રહ્યો છું તેવો મને લોકો સવાલ કરતા હોય છે, હું તેમને જવાબમાં કહુ છું કે આપણે સંસ્કૃત કેમ ના શીખવી જોઇએ? સંસ્કૃત સમગ્ર પ્રાંતને જોડનારી ભાષા છે, સંસ્કૃત પાકિસ્તાનની પણ ભાષા છે, તે કોઇ એક જ પ્રાંત સાથે બંધાયેલી નથી. આ પહેલા ત્રણ મહિના માટે વીકેન્ડ વર્કશોપ ચલાવવામાં આવી હતી.

 જે બાદ સત્તાવાર રીતે સંસ્કૃત ભાષા ભણાવવાનો નિર્ણય લેવાયો, આગામી દિવસોમાં પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત અને ગીતા પર પણ નવા કોર્સ શરૂ કરવાની તૈયારી છે.   

Tags :