તીડની સુનામી આવી રહી છે, ભારત એલર્ટ જાહેર કરે : યુએન
- ચોમાસુ આગળ વધશે તેમ તીડનો પ્રકોપ પણ વધશે
- હાલ રાજસ્થાન, ગુજરાત, મ. પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીડની સૌથી વધુ માઠી અસર
ભારત-પાકિસ્તાન સરહદે તીડનું બ્રીડિંગ વધ્યું, ઇરાન અને પાક. થઇને વધુ એક વિશાળ ઝુંડ આવી રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્રો, તા. 5 જુલાઇ, 2020, રવિવાર
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)એ ભારતને તીડના હુમલા અંગે ફરી ચેતવણી આપી છે. એફએઓએ કહ્યું છે કે તીડનું આક્રમણ વધી રહ્યું છે. આવી સિૃથતિમાં ભારતે આગામી ચાર સપ્તાહ સુધી હાઇએલર્ટની સિૃથતિમાં રહેવું જોઇએ. તીડને રોકવા માટેનો આ જ એક ઉપાય છે તેમ એફએઓએ કહ્યું હતું.
છેલ્લા ત્રણ મહિનાથી અનેક રાજ્યોમાં તીડનો પ્રકોપ જારી છે, આ સિૃથતિ વચ્ચે સરકારે પણ ડ્રોન અને બેલ હેલિકોપ્ટરની મદદથી તીડને ભગાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. દેશમાં તીડથી સૌથી વધુ પ્રભાવીત રાજ્યોમાં રાજસૃથાન ટોચના સૃથાને છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને બિહારમાં પણ તીડનો પ્રકોપ વધી રહ્યો છે.
આ રાજ્યોના હજારો ખેડૂતોના ઉભા પાકને તીડ ખાઇ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના આ વિભાગે ચેતવણી આપી હતી કે જે તીડ જતા રહ્યા છે તેઓ ચોમાસુ આગળ વધશે તેમ પરત આવશે.
ખાસ કરીને રાજસૃથાનમાં તીડ પાછા આવે તેવી શક્યતાઓ છે. જ્યારે મોટી સંખ્યામાં વધુ અનેક તીડ હજુ પણ ભારત આવી રહ્યા છે. આ તીડ ઇરાન અને પાકિસ્તાન થઇને ભારત તરફ આવી રહ્યા છે. જ્યારે વધુ એક તીડોનું મોટુ ઝુંડ હાલમાં જે તીડ સક્રિય છે તેમાં ભળી જશે તો સિૃથતિ વધુ કફોડી બની શકે છે.
આ પરિસિૃથતિમાં ભારતે આગામી ચાર સપ્તાહ સુધી હાઇએલર્ટ જારી કરી દેવું જોઇએ કેમ કે હજુ પણ તીડની સુનામી આવી રહી છે અને જે પહેલાથી જ તીડ સક્રિય છે તેમાં ભળી જશે તો ભારે નુકસાન થવાની ભીતિ છે.
અન્ય જે દેશોને હાઇએલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે તેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સુડાન, સાઉથ સુડાન, સોમાલીયા, ઇથોપિયાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ લોકસ સર્કલ ઓફિસ દ્વારા જે રાજ્યોમાં અસર છે ત્યાં 1,35,207 હેક્ટર વિસ્તારમાં તીડના કન્ટ્રોલ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં દવાનો છંટકાવ સહિતના પગલાઓનો સમાવેશ થાય છે.