World

કેન્યામાં પ્લેન ક્રેશ થતાં 6 લોકોના મોત, શાળા પર ખાબકી એર એમ્બ્યુલન્સ

By GS TEAM
7 Aug 20252 mins read
TukuTouch Logo
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્યામાં પ્લેન ક્રેશ થતાં 6 લોકોના મોત, શાળા પર ખાબકી એર એમ્બ્યુલન્સ

Plane Crash in Kenya: કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ. આ અકસ્માતમાં કેટલાક ઘરો નષ્ટ થયા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. શાળાની બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ. એર એમ્બ્યુલન્સ પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.

ટેકઓફ થયાના 3 મિનિટ પછી ક્રેશ થયું

આમ્બૂ કાઉન્ટી કમિશનર હેનરી વાફુલાએ અકસ્માત અંગે માહિતી આપી હતી કે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ 7 ઓગસ્ટના રોજ બપોરે 2:14 વાગ્યે થયો હતો. એર એમ્બ્યુલન્સ વિલ્સન એરપોર્ટથી સોમાલિયાના હરગેસિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાના 3 મિનિટ પછી એર એમ્બ્યુલન્સ રડારથી ગાયબ થઈ ગઈ અને ATC સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત

લોકોએ બચાવ કામગીરી હાથ ધરી

ઉટવાલામાં માવીહોકો માધ્યમિક શાળાની ઉપર એર એમ્બ્યુલન્સ પડી ગઈ. વિમાન પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માત જોઈને લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા અને બચાવ કામગીરી હાથ ધરી. લોકોએ પોલીસને વિમાન દુર્ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી. રાષ્ટ્રીય પોલીસ સેવા અને કેન્યા સંરક્ષણ દળે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ