mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જાણો, મોરક્કોમાં મળી આવેલા ૧ લાખ વર્ષ જુના માનવીઓના પગલા વિશે

પગના નિશાન માનવ વિકસના અનેક રહસ્યોને ખોલી શકે છે

માનવીઓના પગના કુલ ૮૫ જેટલા નિશાન ધ્યાનમાં આવ્યા

Updated: Feb 12th, 2024

જાણો, મોરક્કોમાં મળી આવેલા ૧ લાખ વર્ષ જુના માનવીઓના પગલા વિશે 1 - image


મોરક્કો,૧૨ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર 

મોરક્કોમાં એક લાખ વર્ષ જેટલા પ્રાચીન નિશાન મળી આવ્યા છે.વૈજ્ઞાાનિકોનો દાવો છે કે આ નિશાન માણસના પગના છે. મોરકકોમાં ફ્રાંસ,જર્મની અને સ્પેનના વૈજ્ઞાાનિકોએ એક સંશોધન પેપર બહાર પાડયું છે જેમાં દાવો કર્યો છે કે એક લાખ વર્ષ જુના માનવીના પગ હજુ પણ સલામત છે. આ પગના નિશાન માનવ વિકસના અનેક રહસ્યોને ખોલી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરક્કોના ઉત્તર ભાગમાં દરિયા નજીકના વિસ્તારમાં એક ચટ્ટાનની ઉપર પગની છાપ જોવા મળી હતી. એક અનુમાન મુજબ આ નિશાન પાંચ લોકોના એક સમૂહના છે. નેચર સાયન્સ જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ આના થકી હ્નુમન રેસના ઓરિજન અંગે જાણકારી મેળવી શકાય છે. અનેક હ્વુમન ટ્રેક દરિયામાં અદ્વષ્ય થયા છે. 

જાણો, મોરક્કોમાં મળી આવેલા ૧ લાખ વર્ષ જુના માનવીઓના પગલા વિશે 2 - image

મોરક્કોના દરિયાકાંઠે પથ્થરો પર ચાલતા સંશોધન દરમિયાન પગના નિશાન ધ્યાનમાં આવ્યા હતા. દરેક પગની છાપ ધ્યાનથી જોતા દરેકની સાઇઝ અલગ અલગ હતી. એક પુરાતત્વવિદને ટાંકીને અલ જજીરા ન્યૂઝમાં જણાવ્યા અનુસાર આ માણસોના પગલાની છાપ છે એવો ઘડિક તો વિશ્વાસ પણ બેસતો ન હતો. એક પછી એક છાપ મળતી રહી ત્યારે માલૂમ પડયું કે તે ૧ લાખ વર્ષ જુની છે. કુલ ૮૫ જેટલા પગના નિશાન ધ્યાનમાં આવ્યા હતા.પગના નિશાનનો પાથ જોઇને એવું જણાય છે કે માણસોનો એક સમૂહ દરિયાના પાણી તરફ જઇ રહયો છે.

જાણો, મોરક્કોમાં મળી આવેલા ૧ લાખ વર્ષ જુના માનવીઓના પગલા વિશે 3 - image

 અગાઉ ઉત્તરી અમેરિકામાં પણ આ પ્રકારના પગોના નિશાન મળ્યા હતા. અંગુઠા અને આંગળીઓના નિશાન પારખતા જણાતું હતું કે મહિલા,પુરુષ અને બાળકોનો સમાવેશ થાય છે. આ પગની છાપ કેટલી જુની છેતે જાણવા માટે આસપાસ જમા થયેલા ખનીજ અને કાર્બનનું માપન કરવામાં આવ્યું હતું.નિષ્ણાતોનું માનવું છે કે એ સમયે હિમયુગ ખતમ થઇ રહયો હતો અથવા તો જળવાયુ પરિવર્તનની કોઇ મોટી ઘટનાનો પણ માનવીઓ શિકાર બન્યા હોય તે પણ શકય છે. 

Gujarat