World

PMની કૉલ રેકોર્ડિંગ લીક થતાં થાઈલેન્ડમાં આખી સરકાર જ ખતરામાં, માફી પણ માંગી

By GS TEAM
20 Jun 20253 mins read
TukuTouch Logo
થાઈલેન્ડમાં એક ફોન કૉલના રેકોર્ડિંગ લીક થવાથી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. 17 મિનિટનું આ કૉલ રેકૉર્ડિંગ થાઈલેન્ડના વડાપ્રધાન પેતોંગટાર્ન શિનાવાત્રા અને કંબોડિયન નેતા હુન સેન વચ્ચેની વાતચીતનું છે. આ હાઈ પ્રોફાઈલ કૉલ લીક થતાં વડાપ્રધાનની ખુરશી પર જોખમ વધ્યું છે. તેમજ તેમની સરકારના હાથમાંથી સત્તા જવાની આશંકા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PMની કૉલ રેકોર્ડિંગ લીક થતાં થાઈલેન્ડમાં આખી સરકાર જ ખતરામાં, માફી પણ માંગી

Thailand PM Leaked Call Crisis: થાઈલેન્ડમાં એક ફોન કૉલના રેકોર્ડિંગ લીક થવાથી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. 17 મિનિટનું આ કૉલ રેકૉર્ડિંગ થાઈલેન્ડના વડાપ્રધાન પેતોંગટાર્ન શિનાવાત્રા અને કંબોડિયન નેતા હુન સેન વચ્ચેની વાતચીતનું છે. આ હાઈ પ્રોફાઈલ કૉલ લીક થતાં વડાપ્રધાનની ખુરશી પર જોખમ વધ્યું છે. તેમજ તેમની સરકારના હાથમાંથી સત્તા જવાની આશંકા વધી છે.

જોખમમાં આવી થાઈલેન્ડની સરકાર

38 વર્ષીય PM શિનાવાત્રાએ તેના માટે માફી માગી હોવા છતાં ફૂ થાઈ પાર્ટીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર જોખમમાં  છે. ગઠબંધનની બીજી ટોચની પાર્ટી ભૂમજૈથાઈ પાર્ટીએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધુ છે. જેથી શિનાવાત્રા પાસે નજીવી બહુમત છે. ગઠબંધનની સ્થિતિ નાજુક બની છે. કારણકે, અન્ય સમર્થિત પક્ષોએ પણ બેઠકો શરૂ કરી છે. સત્તાનું ગણિત સંકેત આપી રહ્યુ છે કે, જો હવે કોઈ અન્ય પક્ષે ગઠબંધનમાંથી છેડો ફાડ્યો તો સરકાર ગુમાવવાનું જોખમ વધી જશે.

આ પણ વાંચોઃ ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી

સંસદ ભંગ કરવાની માગ

વિપક્ષ પીપલ્સ પાર્ટીના નેતા નત્થાફોંગ રૂએંગપાન્યાવુતે સંસદ ભંગ કરવાની માગ કરી છે. અન્ય વિપક્ષોએ પણ નવેસરથી ચૂંટણી કરવાની માગ કરી છે. સરકારને ટેકો આપનારા પક્ષો પણ પોતાનું સમર્થન પાછું ખેંચવાની તૈયારી દર્શાવી રહ્યા છે. વિવાદ વધતાં થાઈ પીએમએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, હું કંબોડિયન નેતા સાથેની મારી વાતચીતના લીક થયેલા ઓડિયો બદલ માફી માગુ છું. જેનાથી પ્રજામાં રોષ ફેલાયો હતો. 



શું છે વિવાદ

કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે વર્ષોથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ મામલે ગત મહિને એક ઘટના બની હતી. 28 મે, 2025ના રોજ સરહદી ક્ષેત્રમાં એક સૈન્ય અથડામણ થઈ હતી. જેમાં એક કંબોડિયન સૈનિકનું મોત નીપજ્યુ હતું. જેના વિરોધમાં કંબોડિયાએ થાઈલેન્ડ પર અનેક પ્રતિબંધો લાદી દીધા છે. તણાવની આ સ્થિતિ વચ્ચે શિનાવાત્રા અને હુન સેનની વચ્ચેની વાતચીત લીક થતાં વિવાદ સર્જાયો હતો. જેમાં શિનાવાત્રા હુન સેનને અંકલ કહીને સંબોધિત કરી રહી હતી. તેમજ બિનજરૂરી સન્માન આપી રહી હોવાથી તેની ટીકા કરવામાં આવી હતી. આટલું જ નહીં શિનાવાત્રાએ પોતાના એક સૈન્ય કમાન્ડરની ટીકા પણ કરી હતી.

આ પણ વાંચોઃ BIG NEWS: ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને 1 હજાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એરસ્પેસ ખોલ્યો

શું કહ્યું હતુ શિનાવાત્રાએ?

કોલ પર હુન સેનને શિનાવાત્રાએ કહ્યું હતું કે, જો તમે કંઈક કહેવા માગો છો તો મને સીધુ કહો. હું તે ધ્યાનમાં લઈશ. થાઈલેન્ડી અત્યારસુધીની સૌથી યુવા વડાપ્રધાન શિનાવાત્રાએ આ મામલે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, આ તેની સમાધાન કરવાની એક રીત હતી. પરંતુ શિનાવાત્રાનો પરિવાર અને અને કંબોડિયામાં શાસન કરી રહેલા હુન સેન પરિવારના જુના સંબંધોને કારણે તે વિવાદોમાં મુકાયા છે. હુન સેન શિનાવાત્રાના પારિવારિક મિત્ર છે. થાઈ વડાપ્રધાનના પિતા થાકસિન શિનાવાત્રા અને હુન સેન લાંબા સમયથી એક-બીજાના સહયોગી રહ્યા છે. બંને એક-બીજાને ગોડબ્રધર્સ કહે છે.

કોણે કર્યો કૉલ લીક?

શિનાવાત્રાએ આ વાતચીતને સમાધાનની રીત તરીકે દર્શાવી છે. જ્યારે હુન સેનએ આ બંને વચ્ચેની વાતચીત લીક કરીને શિનાવાત્રા પર આફતના વાદળો નોતર્યા છે. હુનસેન લગભગ ચાર દાયકાથી કંબોડિયામાં શાસન કરી રહ્યા હતા. 2023માં તેમના પુત્ર માનેટને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. હુને આ રેકોર્ડિંગનો એક હિસ્સો લગભગ 80 કંબોડિયન નેતાઓ સાથે શેર કર્યો હતો. જેના લીધે થાઈલેન્ડમાં વિવાદ વકર્યો હતો. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે કંબોડિયન રાજદૂતને બહાર કરી દીધા છે.  બાદમાં હુન સેને 17 મિનિટની સંપૂર્ણ ક્લિપ ફેસબુક પર અપલોડ કરી હતી. ત્યારબાદ શિનાવાત્રા પર રાજીનામું આપવા દબાણ થઈ રહ્યું છે.