Get The App

કુલભૂષણ ફાંસીની સજા સામે રિવ્યૂ પીટિશનની ના પાડે છે : પાકિસ્તાન

- અમે પીટિશન માટે બોલાવ્યા પણ ન આવ્યાનો દાવો

- કુલભૂષણ દયા અરજી અંગે વિચારણા કરવાની અપીલ કરી રહ્યા છે : પાકિસ્તાન

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
કુલભૂષણ ફાંસીની સજા સામે રિવ્યૂ પીટિશનની ના પાડે છે : પાકિસ્તાન 1 - image


ઇસ્લામાબાદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર

ભારતીય નાગરિક કુલભુષણ જાધવ મામલે પાકિસ્તાને ભારતને બીજા કોન્સ્યૂલર એક્સેસનો પ્રસ્તાવ મોકલ્યો છે, સાથે એવો પણ દાવો કર્યો છે કે કુલભુષણે રિવ્યૂ પીટિશન દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને દયા અરજી પર વિચાર કરવા કહ્યું છે. 

પાકિસ્તાને દાવો કર્યો હતો કે ૧૭ જૂનના રોજ કુલભુષણ જાધવને રિવ્યૂ પીટિશન દાખલ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે જાધવે આવવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવે માગણી કરી છે કે તેની જે દયા અરજી છે તેને આગળ વધારવામાં આવે. 

પાકિસ્તાનનું કહેવું છે કે કુલભુષણ ખુદ રિવ્યૂ પીટિશન દાખલ કરવાથી ઇનકાર કરી દીધો હોવાથી હવે ભારત સરકાર પોતાના તરફથી આ રિવ્યૂ પીટિશન દાખલ કરી શકે છે. સાથે જ બીજા કોન્સ્યૂલર એક્સેસની અનુમતી પણ આપી દીધી છે. કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા એક તરફી ચુકાદો આપી ફાંસીની સજા સંભળાવી દીધી હતી, જેને લઇને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં બાદમાં પાકિસ્તાનની હાર થઇ છે અને નવેસરથી કેસ ચલાવવાનો દાવો કર્યો હતો. બીજી તરફ હવે જે ફાંસીની સજા સંભળાવી હતી તેને લઇને રિવ્યૂ પિટિશન દાખલ કરવાની કુલભૂષણે ના પાડી દીધી હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે.

કુલભૂષણ અંગે પાક.નું વધુ એક જુઠ : ભારત

પાકિસ્તાને દાવો કર્યો હતો કે કુલભૂષણ જાધવે રિવ્યૂ પીટિશન દાખલ કરવાની ના પાડી દીધી છે. જોકે પાકિસ્તાનના આ દાવાને ભારતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાન જુઠુ બોલી રહ્યું છે. ભારતે એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનનું વધુ એક જુઠાણુ સામે આવ્યું છે. તે છેલ્લા ચાર વર્ષથી આ કેસમાં અનેક વખત જુઠુ બોલી ચુક્યું છે. કુલભૂષણ જાધવ સામેનો જે કેસ પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે તે જ જુઠો છે તો પછી આ કેસમાં જે સજા આપી તેની સામે રિવ્યૂ પીટિશન દાખલ કરવાનો સવાલ જ નથી ઉપસ્થિત થતો. પાકિસ્તાન અગાઉ પણ આ જ પ્રકારના જુઠા નિવેદનો કરી ચુક્યું છે. ભારતે કુલભૂષણ જાધવના એક્સેસ માટે અનેક વખત અપીલ કરી છે પણ તેને વારંવાર નકારી દેવામાં આવી છે. જે સ્પષ્ટ સંકેતો આપે છે કે પાકિસ્તાન કુલભૂષણ કેસમાં જુઠાણા ફેલાવીને નિર્દોશને ફાંસીએ ચડાવવા માગે છે.

Tags :