World

કિમ જોંગ-ઉને જાપાન-અમેરિકાને ધ્રુજાવ્યા: 1000 કિમી રેન્જ ધરાવતી ઘાતક હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
નોર્થ કોરિયાએ કિમ જોંગ-ઉનની હાજરીમાં પૂર્વીય દરિયામાં 1000 કિલોમીટર દૂર મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. 2026માં 10થી વધુ મિસાઈલ પરીક્ષણો પછી આ તાજેતરનું પરીક્ષણ સૈનિકોને તાલીમ આપવા અને યુદ્ધ પ્રતિકાર ક્ષમતા ચકાસવા કરાયું. આ મિસાઈલ જાપાનથી બહાર દરિયામાં પડી હતી, જેણે જાપાન અને અમેરિકાને ધ્રુજાવી દીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

કિમ જોંગ-ઉને જાપાન-અમેરિકાને ધ્રુજાવ્યા: 1000 કિમી રેન્જ ધરાવતી ઘાતક હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ

North Korea Missile Test : નોર્થ કોરિયાએ પૂર્વીય દરિયામાં આશરે 1000 કિલોમીટર દૂર લક્ષ્ય પર સચોટ પ્રહાર કરતી મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને જાપાન અને અમેરિકાને ધ્રુજાવી દીધા છે.

2026માં 10થી વધુ મિસાઈલ પરીક્ષણો કર્યા

સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, દેશના સૈનિકોને હાઈપરસોનિક હથિયારો ચલાવવાની તાલીમ આપવા અને યુદ્ધ સમયે દેશની પ્રતિકાર ક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણ હાથ ધરાયું હતું. વર્ષ 2026માં નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા 10થી વધુ મિસાઈલ પરીક્ષણોની શ્રેણીમાં આ તાજેતરનું પરીક્ષણ છે.

કિમ જોંગ-ઉનની હાજરીમાં મિસાઈલ લોન્ચ કરાઈ

નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન (Kim Jong-un)ની સીધી દેખરેખ હેઠળ આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે આ પરીક્ષણને દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી એવો પ્રતિકાર ક્ષમતાનો અભ્યાસ ગણાવ્યો હતો.

જાપાનની બહાર પડી મિસાઈલ

કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગે હવામાન ચકમો આપતી મિસાઈલના ભરપુર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, પરીક્ષણ વખતે મિસાઈલની ફૂલ સ્પીડ હોવાથી દક્ષિણ કોરિયા અને જાપાનના રડાર તેની ચોક્કસ દિશા ટ્રેક કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મિસાઈલ જાપાનથી બહાર દરિયામાં પડી હતી. અમુક અહેવાલો મુજબ, આ મિસાઈલમાં હવામાં જ પોતાની દિશા બદલવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાનો દાવો પણ કરાયો છે.

મિસાઈલનું અંતર 700 કિલોમીટરથી વધુ

નોર્થ કોરિયાનું કહેવું છે કે, દુશ્મન દેશો સામે પોતાની સૈન્ય તાકાતનો અહેસાસ કરાવવો અને પરમાણુ યુદ્ધ પ્રતિકાર ક્ષમતા વધારવી તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે. દક્ષિણ કોરિયાએ મિસાઈલનું અંતર 700 કિલોમીટરથી વધુ નોંધ્યું હતું, જ્યારે ઉત્તર કોરિયાએ 1000 કિલોમીટરનો દાવો કર્યો છે. પોતાના હથિયારોને સતત આધુનિક બનાવીને નોર્થ કોરિયા અમેરિકા અને તેના સાથી દેશો પર દબાણ બનાવી રહ્યું છે, જેના કારણે કોરિયન પ્રાયદ્વીપમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે.