Get The App

પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી, કરાંચીમાં ત્રણ આંચકાથી દહેશતનો માહોલ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી, કરાંચીમાં ત્રણ આંચકાથી દહેશતનો માહોલ 1 - image


Pakistan Earthquake : પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં રવિવારે રાત્રે હળવી તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. એક અધિકારીએ ભૂકંપની માહિતી આપવાની સાથે કહ્યું કે, ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. 

એક જ દિવસમાં આવ્યા ત્રણ આંચકા

પહેલો ભૂકંપ રવિવારે રાત્રે 1:05 વાગ્યે કરાંચીના ગદપ શહેર નજીક આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 હતી. બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. ત્રીજો ભૂકંપ કરાંચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

આ પણ વાંચો : અમેરિકામાં યહૂદીઓના કાર્યક્રમમાં ફરી હુમલો, ભીડ પર બોમ્બ ઝીંક્યો, FBIએ આતંકી ઘટના ગણાવી

કરાંચીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો

પાકિસ્તાન હવામાન વિભાગ (PMD)એ જણાવ્યું કે, રવિવારે રાત્રે 1:05 વાગ્યે કરાંચીના ગદપ શહેર નજીક 3.2ની તીવ્રતાના ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. પાકિસ્તાન હવામાન વિભાગના અધિકારી સરફરાઝ ખાને કહ્યું કે, મોડી રાત્રે આ જ વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્રીજો આંચકો કરાંચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આવી ઓછી તીવ્રતાની ભૂકંપીય પ્રવૃત્તિ "ટેકટોનિક પ્લેટો"ના અથડામણને કારણે થઈ હતી.

આ પણ વાંચો : 'બાઈડેનની 2020માં હત્યા થઈ, તેમની જગ્યાએ ક્લોન...' ટ્રમ્પની વિચિત્ર પોસ્ટ ચર્ચાનો વિષય બની

Tags :