World

'પહેલા ઈઝરાયેલને રોકો...', ઈરાન મુદ્દે જાહેરાત કરનારા ટ્રમ્પને તેમની જ પાર્ટીના નેતાએ સંભળાવ્યું

By GS TEAM
23 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે દિવસની 'ફળદાયી' વાતચીત થઈ હોવાનો દાવો કર્યો છે, પરંતુ ઈરાને આવી કોઈપણ વાતચીતથી ન થઈ હોવાનો જણાવી ટ્રમ્પને રોકડું પરખાવ્યું છે. આ વચ્ચે ટ્રમ્પ સરકારમાં નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC)ના પૂર્વ ડાયરેક્ટર જોસેફ જો કેન્ટે આ મામલે ટ્રમ્પની નીતિની ઝાટકણી કાઢી છે. જો કેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, તણાવ ઓછો કરવા માટેનું પ્રથમ પગલું ઈઝરાયલને રોકવાનું હોવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો વાતચીતના તમામ પ્રયાસો એ જ જૂના ચક્રમાં ફસાઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પહેલા ઈઝરાયેલને રોકો...', ઈરાન મુદ્દે જાહેરાત કરનારા ટ્રમ્પને તેમની જ પાર્ટીના નેતાએ સંભળાવ્યું

US Iran Ceasefire News: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે દિવસની 'ફળદાયી' વાતચીત થઈ હોવાનો દાવો કર્યો છે, પરંતુ ઈરાને આવી કોઈપણ વાતચીતથી ન થઈ હોવાનો જણાવી ટ્રમ્પને રોકડું પરખાવ્યું છે. આ વચ્ચે ટ્રમ્પ સરકારમાં નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC)ના પૂર્વ ડાયરેક્ટર જોસેફ જો કેન્ટે આ મામલે ટ્રમ્પની નીતિની ઝાટકણી કાઢી છે. જો કેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, તણાવ ઓછો કરવા માટેનું પ્રથમ પગલું ઈઝરાયલને રોકવાનું હોવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો વાતચીતના તમામ પ્રયાસો એ જ જૂના ચક્રમાં ફસાઈ જશે.

ઈઝરાયલ વાતચીતના પ્રયાસને નિષ્ફળ બનાવે છે

કેન્ટે અમેરિકન સરકારની ટીકા કરતા જણાવ્યું કે, જ્યારે પણ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ શાંતિની જાહેરાત કરે છે, ત્યારે ઇઝરાયલ દ્વારા મોટા હુમલા કરવામાં આવે છે, જે વાતચીતના પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. તેમના મતે આ પ્રક્રિયાને કારણે યુદ્ધ ઘટવાને બદલે વધુ વેગ પકડી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવાની અમેરિકાની ક્ષમતાને નબળી પાડી રહ્યું છે.

ઉર્જા સેક્ટર પર હુમલા પાંચ દિવસ માટે ટાળ્યા

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકન ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે ઈરાન 'કરાર કરવા માંગે છે' અને તેમણે આ માટે પાંચ દિવસની સમયસીમા નક્કી કરી છે. તેમણે કહ્યું કે તેઓ એક 'વરિષ્ઠ નેતા' સાથે વાત કરી રહ્યા છે, પરંતુ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે નહીં. બીજી તરફ, ઈરાને ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. ઈરાની મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે અમેરિકા 'પાછળ હટી ગયું' છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઉર્જા પ્લાન્ટ્સ પર હુમલાની ધમકીને પાંચ દિવસ માટે ટાળી દીધી છે.

જો કેન્ટે મંગળવારે આપ્યું હતું રાજીનામું

તમને જણાવી દઈએ કે જો કેન્ટે ગત મંગળવારે 17 માર્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા પત્રમાં તેમણે ટ્રમ્પને લખ્યું હતું કે તેઓ પ્રામાણિકપણે ઈરાન યુદ્ધનું સમર્થન કરી શકતા નથી. તેમણે દલીલ કરી હતી કે ઈરાન તરફથી અમેરિકાને કોઈ તાત્કાલિક ખતરો નથી અને આ યુદ્ધ ઈઝરાયલ તથા તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્ટે કહ્યું કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં લાગુ કરવામાં આવેલી 'અમેરિકા ફર્સ્ટ' નીતિને ઈઝરાયલી ઉચ્ચ અધિકારીઓ અને અમેરિકન મીડિયાના પ્રભાવશાળી સભ્યોએ દુષ્પ્રચાર અભિયાન દ્વારા નબળી પાડી દીધી. તેમણે ટ્રમ્પના નિર્ણયને ઈરાક યુદ્ધ જેવી ભૂલ ગણાવી ચેતવણી આપી હતી, જ્યાં હજારો અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાએ કેમ રોકવું પડ્યું મિડલ ઈસ્ટ યુદ્ધ? જાણો ટ્રમ્પના યુટર્ન પાછળના કારણ

નોંધનીય છે કે જો કેન્ટ 20 વર્ષ સુધી અમેરિકન સેનામાં સેવા આપી ચૂક્યા છે. 2018માં સેનામાંથી નિવૃત્ત થયા પછી તેમણે CIAના સ્પેશિયલ એક્ટિવિટી સેન્ટરમાં કામ કર્યું હતું. તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી કોંગ્રેસની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. 2019માં તેમની પત્ની, નેવી સિનિયર ચીફ પેટી ઓફિસર શૈનન કેન્ટ, સીરિયામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયા હતા.