'પાયલટે ખોટું એન્જિન બંધ કરેલું', જેજુ પ્લેન ક્રેશની તપાસમાં ઘટસ્ફોટ: 179 લોકોએ ગુમાવ્યા હતા જીવ
JeJu Plane Crash Report: દક્ષિણ કોરિયામાં 29 ડિસેમ્બર, 2024ના રોજ બનેલી જેજુ પ્લેન ક્રેશની દુર્ઘટનાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે, પાયલટે ક્ષતિગ્રસ્ત એન્જિન ચાલુ હોવા છતાં ખોટું બંધ કરી દીધુ હતું. જેના લીધે દુર્ઘટના ઘટી હતી. જેજુ પ્લેનને મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પક્ષી અથડાતાં એન્જિનને નુકસાન થયું હતું અને રનવે પરથી નીચે ઉતરી જતાં એપ્રોચ લાઈટિંગ સિસ્ટમ સાથે અથડાયું હતું. જેમાં સવાર 175 મુસારો અને છ ક્રૂ સભ્યોમાંથી ચારના મોત થયા હતાં.
તપાસકર્તાઓએ દક્ષિણ કોરિયામાં ડિસેમ્બર, 2024માં બનેલી આ ભયાવહ હવાઈ દુર્ઘટનાનો અંતિમ અહેવાલ હજુ સુધી રજૂ કર્યો નથી, પરંતુ વિમાનના બે એન્જિન વિશે માહિતી જાહેર કરી છે. જે અનુસાર, જાણવા મળ્યું છે કે, પક્ષી અથડાયું ત્યારે ડાબા એન્જિનને જમણાં કરતાં ઓછું નુકસાન થયુ હતું. તેમ છતાં પાયલટે ડાબું એન્જિન બંધ કરી દીધુ હતું. તે 19 સેકન્ડ સુધી બંધ રહ્યું હતું.
ઉડાન માટે આઉટપુટ હોવા છતાં બંધ કર્યું
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જમણા એન્જિનમાં આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતાં. પરંતુ ડાબું એન્જિન વધુ ક્ષતિગ્રસ્ત થયુ ન હોવાથી ઉડાન માટે પર્યાપ્ત આઉટપુટ જનરેટ કરી રહ્યા હતાં. તપાસકર્તાઓએ ગતમહિને પ્લેનના ટેક્નિકલ પાસાઓને સમજવા માટે પીક્ચર્સ વડે દુર્ઘટનાને રિકંસ્ટ્રક્ટ કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઘણી બધી હવાઈ દુર્ઘટના અનેક કારણોસર સર્જાતી હોય છે. અધૂરા પુરાવાના આધારે કોઈપણ એક બાબત પર ભાર મૂકવો નકામો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ
સૂત્રે ગત સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાની હવાઈ દુર્ઘટનામાં તપાસમાં સ્પષ્ટ પુરાવો મળ્યો હતો કે, પાયલટે પક્ષી અથડાયા બાદ ઓછું ક્ષતિગ્રસ્ત ડાબી સાઈડનું એન્જિન બંધ કરવાનો ખોટો નિર્ણય લીધો હતો. કોકપીટ વોઈસ રેકોર્ડર, કોમ્પ્યુટર ડેટા અને સ્વિચના આધારે આ પુરાવો મળ્યો છે
પરંતુ ક્રેશ અંગેના તાજેતરના અપડેટમાં એવી શક્યતા પણ ઊભી થાય છે કે વધુ નુકસાન પામેલું એન્જિન પણ કાર્યરત હતું. જો એન્જિન ચાલુ રાખ્યું હોત તો વિમાનને લાંબા સમય સુધી હવામાં રાખી શકાયું હોત અને દુર્ઘટના ટળી હોત. ઓપરેટિંગ એન્જિન કયા સ્તર સુધી એક્ટિવ હતું, તેની કોઈ સ્પષ્ટતા રિપોર્ટમાં થઈ નથી. બંને એન્જિનમાં પક્ષી અથડાયા બાદ બંને એન્જિનમાં કંપન અનુભવાયું હતું. દક્ષિણ કોરિયાના એવિયેશન એન્ડ રેલવે એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (ARAIB) ના કોરિયન ભાષાના અપડેટમાં જણાવાયું છે કે જમણા એન્જિનમાં નોંધપાત્ર આંતરિક નુકસાન જોવા મળ્યું હતું, પરંતુ ડાબા એન્જિનમાં મળેલા નુકસાનનું વર્ણન કરવામાં આવ્યું નથી.