Image: IANS |
Jared Isaacman: અમેરિકન સેનેટે બુધવારે (17 ડિસેમ્બર) અબજપતિ બિઝનેસમેન અને ખાનગી અંતરિક્ષ વિજ્ઞાનીને નાસાના નવા ચીફ તરીકેની નિમણૂકની પુષ્ટિ કરી દીધી છે. 67-30 મતથી પાસ થયેલી આ નિમણૂકથી જેરેડ નાસાના 15માં પ્રશાસક બન્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને આ જવાબદારી સોપી છે, જે અંતરિક્ષ એજન્સી માટે નવા યુગનો સંકેત આપે છે.
કોણ છે જેરેડ ઇસાકમેન?
42 વર્ષના જેરેડ ઇસાકમેન એક સફળ બિઝનેસમેન, કુશળ પાઇલટ અને કોમર્શિયલ એસ્ટ્રોનૉટ છે. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1983ના દિવસે ન્યૂ જર્સીમાં થયો હતો. હાઇસ્કૂલ છોડ્યા બાદ ફક્ત 16 વર્ષની ઉંમરે 1999માં તેમને શિફ્ટ4 પેમેન્ટ્સ કંપની શરૂ કરી, જે આજે પેમેન્ટ પ્રોસેસિંગની મોટી કંપની છે. આ કંપની હોટેલ, રેસ્ટોરન્ટ અને રિટેલ બિઝનેસ માટે પેમેન્ટ હેન્ડલ કરે છે. વાર્ષિક અબજો ડૉલરના ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ કરે છે. તેમની નેટવર્થ આશરે 1.5-2 અબજ ડૉલર સુધી આંકવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમેરિકા ચીનના 'દુશ્મન'ને આપશે 10 અબજ ડૉલરના હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું
જેરેડ એક જુનૂની પાઇલટ પણ છે. તેમણે હજારો કિલોમીટરની ઉડાન ભરી છે. તેમની પાસે મિલિટ્રી જેટ ઉડાડવાનું લાઇસન્સ છે. 2012માં તેમણે ડ્રેકન ઇન્ટરનેશનલ કંપની શરૂ કરી, જે અમેરિકા અને નાટો દેશની એરફોર્સને ટ્રેનિંગ આપે છે.
સ્પેસએક્સ મિશનના કમાન્ડર
જેરેડ અંતરિક્ષની દુનિયામાં પણ મોટું નાામ ધરાવે છે. તેમણે ખુદ પૈસાનું રોકાણ કરીને સ્પેસએક્સ સાથે બે મોટા મિશન પાર પાડ્યા છે. આ નિમણૂક અનેક વિવાદો સાથે થઈ છે. કારણ કે, પહેલાં ટ્રમ્પે તેમનું નામ રજૂ કર્યું હતું અને પછી પાછું ખેંચી લીધું હતું. જોકે, બાદમાં ફરી તેમનું નામ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો
નિમણૂકની સંપૂર્ણ વાર્તા અને વિવાદ
- પ્રથમ નોમિનેશન (ડિસેમ્બર 2024): ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી જેરેડને નોમિનેટ કર્યા. સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર હતી. કારણ કે, જેરેડને એક ઇનોવેટિવ લીડર માનવામાં આવે છે.
- વાપસી (મે 2025): ટ્રમ્પે અચાનક નોમિનેશન પાછું ખેંચી લીધું. જેનું કારણ ભૂતકાળના સંબંધોની સંપૂર્ણ સમીક્ષા હતી. આ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેના જાહેર ઝઘડા દરમિયાન થયું હતું. મસ્ક ટ્રમ્પની નજીક હતા, પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી અને અન્ય મુદ્દાઓ પર મતભેદો ઊભા થયા. જેરેડને મસ્કની નજીક માનવામાં આવે છે, જેના કારણે નોમિનેશન પ્રભાવિત થયું.
- ફરી નોમિનેશન (નવેમ્બર 2025): ટ્રમ્પ-મસ્ક સંબંધોમાં સુધારો થયા પછી જેરેડને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા.
- મુખ્ય વિવાદ: હિતોનો સંઘર્ષ
નિમણૂકની આસપાસનો સૌથી મોટો વિવાદ ઈલોન મસ્ક અને સ્પેસએક્સ સાથે જેરેડના ગાઢ સંબંધો છે.


