માઉન્ટ ફૂજી જ્વાળામુખીમાં વિસ્ફોટ થાય તો શું થશે? જાપાને શેર કર્યો ખતરનાક AI VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Japan Mount Fuji Eruption: જાપાનની રાજધાની ટોક્યો નજીક માઉન્ટ ફુજી નામનો એક વિશાળ જ્વાળામુખી પર્વત છે. આ જ્વાળામુખીમાં 318 વર્ષ પહેલાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને 'હોઈ' કહેવામાં આવે છે. આટલા વર્ષોથી માઉન્ટ ફુજીમાં કોઈ વિસ્ફોટ થયો નથી, પરંતુ તે એક સક્રિય જ્વાળામુખી છે. તેમ છતાં, જાપાનના લોકોને તેનો ડર સતાવતો રહે છે. જો આજે માઉન્ટ ફુજીમાં 'હોઈ' જેવો ભયાનક વિસ્ફોટ થાય તો શું થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જાપાન સરકારે માઉન્ટ ફુજીના વિસ્ફોટનો એક વીડિયો બહાર પાડ્યો છે. જોકે, આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. લોકોને આવી કટોકટી માટે હંમેશા સજાગ રહેવા માટે આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
એલર્ટ તરીકે AI વીડિયો જાહેર કરાયો
માઉન્ટ ફુજીના વિસ્ફોટ અંગે બનાવેલા AI વીડિયોમાં તેની ભયાનકતા દર્શાવવામાં આવી છે કે કેવી રીતે આખું ટોક્યો તેની ચપેટમાં આવી જશે. આ વીડિયો જાહેર કરવાનો સરકારનો હેતુ ટોક્યોના રહેવાસીઓને માઉન્ટ ફુજીના વિસ્ફોટથી થનારા સંભવિત પ્રભાવ વિશે ચેતવણી આપવાનો છે.
માઉન્ટ ફુજીમાં 318 વર્ષ પહેલા થયો હતો વિસ્ફોટ
માઉન્ટ ફુજીમાં છેલ્લે 318 વર્ષ પહેલા વિસ્ફોટ થયો હતો. જાપાનના અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં કોઈ વિસ્ફોટ થશે નહીં, પરંતુ માઉન્ટ ફુજી એક સક્રિય જ્વાળામુખી છે. તેનો છેલ્લો વિસ્ફોટ, જેને 'હોઈ' વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે, તે 318 વર્ષ પહેલાં થયો હતો.
વીડિયોમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે જ્વાળામુખીની રાખ બે કલાકની અંદર ટોક્યો સુધી પહોંચી શકે છે. આનાથી સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઊભા થઈ શકે છે અને વીજળી, ટ્રાફિક અને ખાદ્ય વિતરણમાં વિક્ષેપ આવી શકે છે.
રિંગ ઓફ ફાયર પર સ્થિત છે જાપાન
જાપાન ભૂકંપના દૃષ્ટિકોણથી સક્રિય રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. અહીં નિયમિતપણે મોટા ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી આફતો આવે છે. જાન્યુઆરીમાં, સરકારે ચેતવણી આપી હતી કે આગામી 30 વર્ષમાં દક્ષિણ નાનકાઈ ખાઈમાં ભયંકર ભૂકંપ આવવાની 80% સંભાવના છે.
આસપાસના લોકોને બે અઠવાડિયા માટે જરૂરી સામાન સ્ટોર કરવાનો નિર્દેશ
ઘણા લોકોએ સરકારના આ અભિગમની ટીકા કરતા તેને ભય પેદા કરનારો ગણાવ્યો છે. અધિકારીઓએ લાંબા સમયથી માઉન્ટ ફુજીની આસપાસના વિસ્તારોના સ્થાનિક લોકોને તૈયાર રહેવા વિનંતી કરી છે. માર્ચમાં, રહેવાસીઓને મોટા વિસ્ફોટની સ્થિતિમાં બે અઠવાડિયા સુધી ચાલે તેટલો જરૂરી સામાનનો સંગ્રહ કરવા સલાહ આપવામાં આવી હતી.









