FOLLOW US

જાપાનમાં આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 6.1ની તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર

અગાઉ 5મી મેએ ભૂકંપઆવ્યો હતો, જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું

Updated: May 26th, 2023

ટોક્યો, તા.26 મે-2023, શુક્રવાર

જાપાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર હતું. તેમણે કહ્યું કે, ભૂકંપ 65 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

સુનામીની કોઈ ચેતવણી નહીં

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ બપોરે લગભગ 3.33 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપના કારણે કોઈ જાનહાની સર્જાયા હોવાના અહેવાલો સામે આવ્યા નથી. ઉપરાંત સુનાવણીની પણ ચેતવણી જારી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ ચિબા અને ઈબારાકી પ્રાંતોમાં જોરદાર આંચકા અનુભવાયા હોવાની સૂચના મળી હતી, પરંતુ યૂએસજીએસે કહ્યું કે, વધુ નુકસાન થવાની ખૂબ જ ઓછી સંભાવના છે.

5 મેએ ભૂકંપના કારણે થયું હતું 1નું મોત 

સ્થાનિક ક્યોદો સમાચાર સેવાએ જણાવ્યું હતું કે, ઈબારાકીમાં ટોકાઈ નંબર 2 પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી. અગાઉ,  5 મેએ મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનિય છે કે, જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંથી એક છે.

Gujarat
IPL-2023
Magazines