World

'મસૂદ અઝહરના પરિવારના ટુકડા થઈ ગયા', ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનથી કબૂલનામું

By GS TEAM
16 Sep 20252 mins read
TukuTouch Logo
ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકી મસૂદ અઝહરના પરિવારનું મોત થયું હતું. ઓપરેશન સિંદૂરના ઘણાં મહિનાઓ પછી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઈલ્યાસ કાશ્મીરીએ સ્વીકાર્યું છે કે, જ્યારે ભારતે સાતમી મેના રોજ બહાવલપુરના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો, ત્યારે આતંકી મસૂદ અઝહરના પરિવારના ટુકડા થઈ ગયા હતા આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'મસૂદ અઝહરના પરિવારના ટુકડા થઈ ગયા', ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનથી કબૂલનામું

Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકી મસૂદ અઝહરના પરિવારનું મોત થયું હતું. ઓપરેશન સિંદૂરના ઘણાં મહિનાઓ પછી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઈલ્યાસ કાશ્મીરીએ સ્વીકાર્યું છે કે, જ્યારે ભારતે સાતમી મેના રોજ બહાવલપુરના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો, ત્યારે આતંકી મસૂદ અઝહરના પરિવારના ટુકડા થઈ ગયા હતા આવ્યા હતા.

જૈશ કમાન્ડરનો કબૂલાતનો વીડિયો વાઈરલ

અહેવાલો અનુસાર, જૈશના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરીનો કબૂલાત સાથે સંબંધિત વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, સાતમી મેના રોજ બધું બરબાદ થઈ ગયું, બહાવલપુરમાં મૌલાના મસૂદ અઝહરના પરિવારના સભ્યોના ટુકડા થઈ ગયા. નોંધનીય છે કે, બહાવલપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું એક શહેર છે. અહીં મરકઝ સુબ્હાન અલ્લાહ નામની મસ્જિદમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)નું મુખ્ય મથક આવેલું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ જૈશના મુખ્ય મથકને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં આતંકીઓનો આ આખો અડ્ડો નાશ પામ્યો હતો. આતંકી મસૂદ અઝહરનો પરિવાર આ જૈશ અડ્ડામાં રહેતો હતો.

ભારત પર આતંકી હુમલાઓનો પ્લાન જૈશ ઓફિસમાં ઘડાયો હતો

ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતુ કે, આ જૈશનું મુખ્ય મથક છે. ભારત સામે ઘણાં હુમલાઓનું આયોજન આ સ્થળેથી કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલાઓમાં 100થી વધુ આતંકી માર્યા ગયા હતા.

આ પણ વાંચો: ટેરિફ વિવાદનો અંત ક્યારે? ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

મસૂદ અઝહર કેમ વોન્ટેડ છે?

આતંકી મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક છે અને ભારતમાં અનેક આતંકી હુમલાઓ કરાવ્યા છે. તેણે 2001માં ભારતીય સંસદ પર હુમલો, 2016માં પઠાણકોટ એરફોર્સ બેઝ પર હુમલો, 2019માં પુલવામા હુમલો અને 2025માં પહલગામ હુમલામાં ભૂમિકા ભજવી ચૂક્યો છે.

મસૂદ અઝહરની ભારતમાં એક વખત ધરપકડ કરવામાં આવી હતી પરંતુ 1999માં IC-814 વિમાન હાઈજેકિંગ કેસમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ પછી તેણે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી. મસૂદ અઝહર પર આતંકી ભંડોળ, ભરતી અને તાલીમ શિબિરો ચલાવવાનો આરોપ છે. તે હજુ પણ બહાવલપુર સ્થિત મુખ્યાલયથી તેના ઓપરેશન્સ ચલાવે છે. 2025માં ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા આ આતંકી મુખ્યાલયનો ખાતમો કરવામાં આવ્યો હતો.