World

VIDEO : ઈટાલીમાં વિમાન ક્રેશ, હાઈવે પર પડતા મોટો ધડાકો, વાહનો પણ ઝપેટમાં આવ્યા

By GS TEAM
23 Jul 20251 min read
TukuTouch Logo
ઈટાલીના બ્રેશિયા શહેરમાં આકાશમાંથી મોત આવ્યું હોય તે એક નાનકડું વિમાન હાઈવે પર ક્રેશ થયું છે. ઘટના બની ત્યારે હાઈવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે વિમાન ક્રેશ થતા ભયાનક આગ લાગી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઈટાલીમાં વિમાન ક્રેશ, હાઈવે પર પડતા મોટો ધડાકો, વાહનો પણ ઝપેટમાં આવ્યા

Italy Plane Crash : ઈટાલીના બ્રેશિયા શહેરમાં આકાશમાંથી મોત આવ્યું હોય તે એક નાનકડું વિમાન હાઈવે પર ક્રેશ થયું છે. ઘટના બની ત્યારે હાઈવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે વિમાન ક્રેશ થતા ભયાનક આગ લાગી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિમાનમાં હતા બે વૃદ્ધ દંપત્તિ

મીડિયા રિપોર્ટ મુજબ, ઉત્તર ઇટાલીના બ્રેસિયા પ્રાંતમાં એક વ્યસ્ત હાઈવે પર એક હળવું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 75 વર્ષીય પાઈલટ સેર્ગીયો રવાગ્લિયા અને તેમની 60 વર્ષીય પાર્ટનરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. 

વિમાન ક્રેશ થતા જ ધડાકા સાથે વિસ્ફોટ

વિમાન અનિયંત્રિત થઈને નીચે ક્રેશ થયા બાદ ભાયાનક આગ લાગી ગઈ હતી. આ ઘટના સ્ટ્રીટ સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં વિમાન હાઈવે પર ધડાકા સાથે પડતું તેમજ વાહનો પણ બચવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘટનામાં બે વાહનચાલકોને નજીવી ઈજાઓ થઈ છે. દુર્ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી, અને ઇટાલિયન સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત