VIDEO : ‘તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું’ PM મોદી સાથે મુલાકાત વખતે બોલ્યા જ્યોર્જિયા મેલોની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi And Italy PM Georgia Meloni : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે કેનેડાના કનાનાસ્કિસમાં ચાલી રહેલી G7 શિખર સંમેલનમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ પીએમ મોદીને કહ્યું કે, તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું. બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ મુલાકાત કરતાં, હાથ મિલાવતા અને હસતા ચહેરે એકબીજાના ખબરઅંતર પૂછતાં જોવા મળી રહ્યા છે.
ઈટાલીએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, ‘તમે સર્વશ્રેષ્ઠ છો. હું તમારા જેવી બનવાનો પ્રયત્ન કરી રહી છું.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ હસતા ચહેરે ઈટાલીના વડાપ્રધાનને જવાબ આપ્યો હતો. પીમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેલોની સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ‘ભારત અને ઈટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થશે, જેનાથી આપણા લોકોને અનેક લાભ થશે.’ વિશ્વના બે મોટા નેતાઓ વચ્ચેની મુલાકાત બે દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધો દર્શાવી રહ્યા છે. બંને નેતાઓએ વાતચીત વખતે સ્થિરતા, ઊર્જા અને ઉદ્યોગ જેવા સેક્ટરમાં ભાગીદારી કરવાના પ્રયાસ પર ભાર મૂક્યો હતો.
કેનેડાના વડાપ્રધાને પણ પીએમ મોદીના કર્યા વખાણ
G7 સંમેલનમાં ઉપસ્થિત કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની(Canada PM Mark Carney)એ પણ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના અર્થતંત્રની ગતિશીલતાને વેગ મળ્યો છે. પીએમ મોદીએ 2018થી તમામ G7 શિખર સંમેલનમાં ભાગ લીધો છે, જે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિશીલતા, ભારતીય ઉદ્યોગો, G20 શિખર સંમેલનો અને આગામી સમયના જુદા જુદા સ્થાનો પર ભારતનું નેતૃત્વ પ્રતિબિંબત કરે છે. આ કારણોસર G7ના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીની મેજબાની કરવી સ્વાભાવિક છે. મને આશા છે કે, તેઓ આગામી G7માં પણ ઉપસ્થિત રહેશે.’








