World

સદ્દામ જેવી હાલત કરીશું, ઈરાનમાં જ લટકાવી દઈશું... ઈઝરાયલે ખામેનેઈને ફરી ધમકી આપી

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei)ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે, ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સદ્દામ જેવી હાલત કરીશું, ઈરાનમાં જ લટકાવી દઈશું... ઈઝરાયલે ખામેનેઈને ફરી ધમકી આપી

Israel Warn Iran Ayatollah Ali Khamenei : મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei)ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે, ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે.

‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે’

રૉયટર્સના અહેવાલ મુજબ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે. યાદ રાખજો, ઈરાનના પડોશી દેશ ઈરાકમાં તાનાશાહ વિરુદ્ધ શું થયું હતું. તે પણ ઈઝરાયલની વિરુદ્ધમાં હતો.’ ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન પર જુદા જુદા મામલાઓમાં હજારો લોકોને મારવાનો આરોપ હતો. જોકે સદ્દામને 1982માં દુજૈલ નરસંહાર હેઠળ 148 શિયા મુસ્લિમોની હત્યાના આરોપમાં ફાંસી અપાઈ હતી. અમેરિકાના આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા 2003માં પહેલા સદ્દામને સત્તા પરથી હટાવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : યુદ્ધ રોકવું હોય તો શરત સ્વીકારવી પડશે... ઈરાનને એક તક આપવાની ટ્રમ્પની તૈયારી

ઈઝરાયલની યોજના ખામેનેઈની હત્યા કરવાની હતી : યુએસનોદાવો

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવો અહેવાલ સામે આવ્યો હતો કે, ઈઝરાયલે ખામેનેઈની હત્યા કરવાની યોજના બનાવી હતી, જેને અમેરિકાએ અટકાવી હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પ તંત્ર વારંવાર કહી રહ્યું છે કે, યુદ્ધમાં મોટા રાજકીય નેતાની હત્યાથી વાત વધુ બગડી શકે છે.

તાત્કાલિક તેહરાન ખાલી કરો : ટ્રમ્પે

G7ના સભ્ય દેશોએ ઈઝરાયલનું સમર્થન કરીને કહ્યું છે કે, તેને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલા G7 શિખર સંમેલનને અધવચ્ચે છોડીને પરત જતા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું યુદ્ધવિરામ કરાવવા જઈ રહ્યો નથી, પરંતુ કંઈક મોટું કરવા જઈ રહ્યો છું. તેમણે ઈરાનની રાજધાની તેહરાન તાત્કાલીક ખાલી કરવાની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની નજીક પહોંચી ગયું છે. ઈરાને પરમાણુ હથિયારો બનાવવાની જીદ છોડવી પડશે.’